બોટાદ શહેરનો મુખ્ય સાળંગપુર રોડ ઉપર રેલવે અંડરબ્રીજ અંદાજે 27 કરોડ રૂપિયાના ખર્ચે નવો બનાવામા આવ્યો છે. પરંતુ ચોમાસામા વરસાદ થતા આ બ્રીજની છતમાથી પાણી ટપકે છે અને વરસાદનુ પાણી ભરાવાને કારણે વારંવાર અંડરબ્રીજ બંધ કરીને હાલ સમારકામ કરવામા આવી રહ્યુ છે.
શહેરના હાર્દસમા સાળંગપુર રોડ ઉપર રેલ્વેનો અંડરબ્રીજ અંદાજીત રૂપિયા 27 કરોડના ખર્ચે નવનિર્મીત થયો છે અને આ બ્રીજ બનાવવા 3 થી 4 વર્ષ જેટલો સમય ાળો નિકળી ગયો હતો. ત્યારબાદ આ બ્રીજ નવનિ ્માણ થતા તા. 27/2/21 ના રોજ વાહન ાલકો માટે ખુલ્લો મુકવામા આવ્યો હતો. પરંતુ ચોમસા ઋતુમા વરસાદ વરસવાને કારણે આ અંડરબ રીજની છતમાંથી પાણી ટપકવા લાગે છે અને વરસાદનું પાણી આ બ્રીજમા ભરાઈ જવાને કારણે આ અંડરબ રીજને વારંવાર બંધ કરવો પડે છે.
વધુમા આ અંડરબ રીજમા ખાડાનુ રાજ હોવાને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે ત્યારે તા.15-9 -2024ના રોજ આ અંડરબ રીજમા ખાડાઓને કારણે નીરણ ભરેલ છકડો રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. જેથી તંત્ર દ્વારા જે બાજુની સાઈડ છકડો રીક્ષા પલ્ટી મારી ગઈ હતી તે બાજુની સાઈડમા ડામર નાખીને ખાડાનુ રીપેરીગ કરવામા આવ્યુ હતુ જ્યારે આ જ અંડરબ રીજની સામેની બાજુ ખાડા જેમના તેમ રખાયા હતા ત્યારે લોકો એવુ કહી રહ્યા છે કે બિજી બાજુ જે બાજુ ખાડાનુ રીપેરીગ કરવામા આવ્યુ નથી તે બાજુ આવીજ રીતે કોઈ છકડો રીક્ષા કે કોઈ મોટી જાનહાનિ થશે પછી તંત્ર દ્વારા સાઈડના ખાડાનુ સમારકામ કરાશે ? તે જોવાનુ રહ્યુ.
ત્યારે લોકો દ્વારા આ અંડરબ રીજમા વરસાદી પાણીના નિકાલ માટે સુવિધા કરવામા આવે અને આ બ્રીજમા પડી ગયેલા ખાડાઓનુ વહેલી તકે રિપેરીંગ થાય તેવી માંગ કરાઈ હતી. બ્રીજની છતમાથી પાણી ટપકે છે અને વરસાદી પાણી ભરાતા બ્રીજ બંધ કરાય છે. બોટાદમા સાળંગપુર રોડના રેલવે અંડરબ્રીજની આવી હાલત થઈ જતા નગરજનોને ભારે હાલાકી. તસવીર: કેતનસિંહ પરમાર