અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના કડુકામાં શખ્સે ગાળાગાળી કરી યુવાનને કુહાડીના ઘા ઝીંકી દીધા

જસદણના કડુકા ગામે રહેતા અશોકભાઈ વાલજીભાઈ બેરાણી નામના વ્યક્તિને ભરતભાઈ પ્રેમજીભાઈ બેરાણીએ જેમ ફાવે તેમ ગાળો આપી લાકડાની કુહાડીના ઘા ઝીંકી મુંઢ માર માર્યો હતો.

જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાતાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. સાતથી આઠ વર્ષ પહેલાં ફરિયાદીના પિતા વાલજીભાઈને પવનચક્કીના થાંભલા ખોડવા બાબતે આરોપી ભરત બેરાણી સાથે માથાકૂટ થઈ હતી.
જેનો ખાર રાખી આરોપીએ અશોકને ગાળો આપી મુંઢમાર માર્યો હતો. જેની ભાડલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.

જસદણ તાલુકાના કડુકા ગામે રહેતા અને ખેતીકામ કરતા અશોક બેરાણીએ આરોપી ભરતભાઈ પ્રેમજીભાઈ બેરાણી સામે ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવાયું છે કે અશોકભાઈ આશરે સાડા નવ વાગ્યાની આસપાસ વાડીએથી ઘરે આવેલા અને ત્યારબાદ ત્યાંથી બહાર જવાનું હોવાથી ગામમાં માવા લેવા જતા હતા.

ત્યારે કડુકા ગામે ચોક પાસે ભરતભાઈ પ્રેમજીભાઈ બેરાણી ટ્રેક્ટર લઈને આવતા અને ગોળાઈમાં તેણે ટ્રેક્ટર ફરિયાદી ઉપર આવવા દીધું હતું.
ત્યારે ફરિયાદીએ જોઈને ચલાવોને તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને તેનું ઘર નજીક હોવાથી ત્યાંથી લાકડાના હાથાવાળી કુવાડી લઈને આવ્યો હતો અને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો.

ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડી, તો આરોપી વધારે ઉશ્કેરાઈ ગયો હતો અને જઈને હાથમાં રહેલી લાકડાના હાથાવાળી કુહાડીથી ફરિયાદીના જમણા પગમાં બે ઘા માર્યા અને એક ઘા ડાબા પગમાં મારી દીધો .

જેથી ફરિયાદીને મૂંઢ ઇજા થઇ હતી અને ઘટનાના પગલે લોકો એકઠા થઇ જતાં આરોપી ત્યાંથી પોબારા ભણી ગયો હતો. બાદમાં ફરિયાદીએ તેમના પિતા વાલજીભાઈ ને ફોન કરી બનાવની જાણ કરી. 

ફરિયાદીને વધારે ઇજા થતાં તેમના પિતા સાથે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ ભાડલા પોલીસ સ્ટેશને જઇને ભરત સામે ફરિયાદ નોંધાવી હતી. ભાડલા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે.
વધુ નવું વધુ જૂનું