જસદણમાં વહેલી સવારે અને એસ ટી એ બે બાઈક સવારને ડેપોના દરવાજામાં જ હડફેટે લેતાં બે યુવાનો ઈજાગ્રસ્ત
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આજે સવારે સાળંગપુર રાજકોટ રૂટની એસ ટી બસ એ બે નોકરિયાત યુવાનોને હડફેટે લેતાં બન્ને યુવાનો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યાં હતાં
આ બનાવની વિગત એવી છે કે જસદણમાં રહેતાં અને નોકરી માટે રાજકોટ અપડાઉન કરતાં અવેશ સલીમભાઈ ચૌહાણ અને રૂઉફ રફીકભાઈ કથીરી નામના બે યુવાનો પોતાનું ઍક્સેસ બાઈક લઈ એસ ટી ડેપોના દરવાજા નજીક સાઈડમાં પોતાના મિત્ર સાથે વાતચીત કરતાં હતાં.
તે દરમિયાન બંને યુવાનો કંઈ વિચારે તે પહેલાં પાછળથી સાળંગપુર રાજકોટ રૂટની બસ એ ઍક્સેસને હડફેટે લઈ લેતાં બંને યુવાનોને જોરદાર ઇજા થતાં સેવાભાવીઓએ તાત્કાલીક બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
જસદણ એસ ટી ડેપો દરવાજો છે ત્યાં ઊંચી દીવાલો કરવાની જરૂર છે કારણ કે તેની બાજુના શોપીંગ સેન્ટરમાં ગેરકાયદે દરવાજો હોવાથી વાહનચાલકો અવઢવમાં વારંવાર મૂકાય છે.
નજીકમાં દરેક દબાણો પણ વર્ષોથી દુર થયાં નથી એટલે રાહદારીઓ અને વાહન ચાલકોને વર્ષોથી યાતના ભોગવવી પડી રહી છે નગરપાલિકા અને એસ ટી ડેપો આજુબાજુના દબાણો દુર કરે નહીતર આવા અકસ્માત વારંવાર સર્જાતા રહેશે.