અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

મૂળીના ભેટ ગામે વીજળી પડતા 30થી વધુ બકરાના મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમા અચાનક પલટો આવ્યા બાદ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના ભેટ ગામે વિજળી પડતા 30થી વધુ બકરાના મોત નિપજવાનો ગોઝારો બનાવ બન્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને ચોટીલામા દોઢ ઇંચ વરસાદ, મુળી, ચોટીલા અને દસાડામા એકાદ ઇંચ વરસાદ અને લીંબડીમા અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લખતર, વઢવાણમા પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રીના સૌથી વધુ વરસાદ થાનગઢ તાલુકામાં દોઢ ઇંચ એટલે કે, 38 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ચોટીલા તાલુકામા 34 મીમી, મુળી તાલુકામા 28 મીમી, સાયલા તાલુકામા 21 મીમી, દસાડા તાલુકામા 19 મીમી, લીંબડી તાલુકામા 11 મીમી, ધ્રાંગધ્રા તાલુકામા 8 મીમી, જ્યારે લખતર અને વઢવાણ તાલુકામા 7-7 મીમી અને ચૂડા તાલુકામા 1 મીમી વરસાદ નોંધાયો હતો.

આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામે વિજળી પડતા 30થી વધુ બકરાના મોત નિપજવાનો ગોઝારો બનાવ બન્યો હતો. જેના લીધે પશુપાલક ઉપર આભ તૂટી પડતા ભારે નુકસાની ઉઠાવવાની નોબત આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી બે ત્રણ દિવસમાં હજી વધુ વરસાદ ખાબકવાની દહેશતથી ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો આગામી નવરાત્રીમાં વરસાદ પડવાની આશંકાએ ખેલૈયાઓ પણ હાલ મૂંઝવણમા મુકાઈ ગયા છે.
વધુ નવું વધુ જૂનું