સાઉથ છત્તિસગઢ પર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ પક્ષીમ બંગાળ થી કોંકણ સુધી ના ટ્રફ તેમજ આ બંને ની સંયુક્ત અસર ના કારણે ગુજરાત મા ૨૬ થી ૨ ઓક્ટોબર સુધી એક વરસાદી રાઉન્ડ આવશે,
વરસાદની આગાહી સૌરાષ્ટ્ર માટે
તારીખ ૨૬ થી તારીખ ૨ ઓક્ટોબર સુધી રોજ અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી જશે ,જેમા દક્ષિણ સૌરાષ્ટ્ર ને લાગુ પુર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર ને લાગુ મધ્ય સૌરાષ્ટ્ર મા ૫૦% વિસ્તારો મા હળવો મધ્યમ તેમજ કોઇ કોઇ વિસ્તાર મા ભારે વરસાદ પડશે ,તેમજ બાકી ના સૌરાષ્ટ્ર મા છુંટા છવાયા વિસ્તારોમાં ઝાપટા થી હળવો મધ્યમ વરસાદ પડશે ,
વરસાદની આગાહી કચ્છ ઉત્તર ગુજરાત માટે
૨૬ થી ૨ સુધી કોઇ કોઇ દીવસે એકલ દોકલ વિસ્તાર મા ઝાપટા થી હળવો મધ્યમ વરસાદ જોવા મળશે,
વરસાદની આગાહી પુર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે
તારીખ ૨૬ થી ૨ ઓક્ટોબર સુધી પુર્વ ગુજરાત ના ૨૦-૩૦% વિસ્તારો મા જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાત ના ૬૦-૭૦% વિસ્તારો મા હળવો મધ્યમ તેમજ કોઇ કોઇ જગ્યાએ ભારે વરસાદ પડશે,,તેમજ દક્ષિણ ગુજરાત ના એકલ દોકલ વિસ્તાર મા ક્યાક અતિભારે વરસાદ પડશે,,
નોંધ -- હવામાન ની વિસ્તૃત માહિતી માટે Imd પર નિર્ભર રહેવુ.
ફોરકાસ્ટ ઉમેશ ભાઈ લાલકિયા