બોટાદના નાના છૈડા ગામે જુગાર રમતા 5 ઈસમોને રોકડ રૂપિયા 10,770 સાથે ઝડપી પાડ્યા હતા
બોટાદ એલ.સી.બી પોલીસ ટીમ પેટ્રોલીગમા હતી તે દરમિયાન બાતમી મળી હતી કે નાના છૈડા ગામની ચકુવાળી તરીકે ઓળખાતી સીમમા ખુલ્લી જગ્યામા અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે.
જે બાતમીના આધારી બોટાદ એલ.સી.બી ટીમ બાતમી વાળી જગ્યાએ જઈ રેડ પાડતા ત્યા જુગાર રમતા રાજકુભાઈ દાદભાઈ ખાચર, છેલુભાઈ સાદુળભાઈ ખાચર, શીવરાજભાઈ દાદભાઈ ખાચર, ચીરાજભાઈ અમૃતભાઈ પરમાર અને મનુભાઈ બાબભાઈ ખાચરને રોકડ રૂપિયા 10,770 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જન્માષ્ટમીનો તહેવાર પુરો થવા છતાં હજુ અમુક સ્થળે આ રીતે જુગાર રમાઈ રહ્યો છે.