જસદણ | દેશને સ્વચ્છ અને હરીયાળો બનાવવા માટે મોદીએ વિવિધ અભિયાન શરૂ કરાવ્યા છે
અને લોકોમાં સ્વચ્છતાની આદત વધુ દ્રઢ બનાવવા અનેકવિધ જાગૃતિસભર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જસદણ પાલિકા દ્વારા કચેરી ખાતે સ્વચ્છતાની થીમ આધારિત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જસદણ શહેરની જુદી જુદી પ્રાથમિક શાળાઓમાંથી કુલ-57 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને રંગપૂરણી કરી સ્વચ્છતા એ જ સેવાનો સંદેશ આપ્યો હતો.