WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

દ્વારકા-જામનગર હાઇવે પર ત્રિપલ અકસ્માત, 7ના મોત:ખાનગી બસ અને બે કાર ભટકાઈ, 15થી વધુ ઘાયલ, મોતનો આંકડો વધવાની સંભાવના

દ્વારકા નજીક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. મળતી માહિતી મુજબ દ્વારકાથી 6 કિમી દૂર બરડિયા ફર્ન હોટેલ પાસે બસ, ઇકો, સ્વીફ્ટ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં 7 લોકોના મોત થયા છે. 
જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઘાયલ લોકોને ખંભાળિયા હોસ્પિટલ લઈ જવાયા છે. મૃત્યુઆંક વધવાની સંભાવના હોવાથી જામનગરની જી. જી હોસ્પિટલના સ્ટાફને પણ સ્ટેન્ડ બાય રખાયો છે.
એસ.ડી.એમ અનમોલ અવારે જણાવ્યું હતું કે, ફર્ન હોટેલ પાસે એક રોડ અકસ્માત થયો છે. જેમાં એક બસ, બે કાર અને એક મોટર સાઈકલ વચ્ચે જોરદાર અકસ્માત થયો છે. જેમાં 7લોકોના મોત અને 14 લોકો ઘાયલ છે. ઘાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ખંભાળિયા વધુ સારવાર માટે ખસેડાયા છે.

મૃતકોના નામ

હેતલ અર્જુનભાઈ ઠાકુર (ઉં.વ.28, રહે. કલોલ, ગાંધીનગર)
પ્રિયાંશી મહેશભાઈ ઠાકુર (ઉં.વ.18, રહે. કલોલ)
તાન્યા અર્જુભાઈ ઠાકુર (ઉં.વ.3)
રિયાંશ કિશનજી ઠાકુર (ઉં.વ.2)
વિરેન કિશનજી ઠાકુર
ચિરાગ રાણાભાઈ બારિયા (ઉં.વ.26, રહે. બરડિયા)
અજાણી સ્ત્રી
આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જ જામનગરના સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, ધારાસભ્ય પબુભા માણેક સહિતના નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો