વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના નવ નિયુક્ત તમામ ટ્રસ્ટીઓને આગામી તા.૨૮ સપ્ટેમ્બર ૨૦૨૪ ને શનિવારના રોજ સાંજે સોમનાથ કોટેક્ષમાં જસદણના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સમિતિના દરેક સભ્યોનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન સાથે આવકારમાં આવશે
આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઘેલાં સોમનાથ મંદિરમાં ભાવિકોને વધું લાભ મળે તે હેતુથી સમાજના જુદાં જુદાં શ્રેષ્ઠીઓ સેવાભાવી ૧૩ વ્યક્તિઓની એક સમિતીની નિમણુંક કરવામાં આવી હતી સમાજના પારકી છઠ્ઠીના જાગતલ અડધી રાતનો હોંકારો એવા આ સભ્યોને રાજયનાં ડાયનેમિક મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પોંખશે આ અંગે તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે અત્રે નોંધનીય છે કે ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના ઇતિહાસને ધ્યાને લઈ દેશભરમાંથી આવનાર શ્રદ્ધાળુઓને પુરતી સુવિધા મળે કોઈ હાલાકી ન વેઠવી પડે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે વિશેષ સુવિધા ઊભી કરી છે જેમાં પાણી થી લઈ આરોગ્ય સુધીની સુવિધા ભાવિકજનો માટે ઉપલબ્ધ બનાવી છે.