અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

દિલ્હીગેટ-ગલેમંડી રોડ પર એક ધાર્મિક કાર્યક્રમના મંડપ પર એક શખ્સે હાથમાં દારૂની બોટલ સાથેનો વીડિયો સોશ્યિલ મીડિયા પર મુક્યો હતો.

દિલ્હીગેટ-ગલેમંડી રોડ પર એક ધાર્મિક કાર્યક્રમના મંડપ પર એક શખ્સે હાથમાં દારૂની બોટલ સાથેનો વીડિયો સોશ્યિલ મીડિયા પર મુક્યો હતો. 
વળી વીડિયો પાછો તેણે જાતે મુક્યો હતો. યુવક હાથમાં દારૂની અને બીયરની બોટલ પકડી મંડપ પાસે બેઠો હતો. જાણે યુવક દારૂ પીતો હોય એવું જણાઈ આવતું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વાઇરલ વીડિયોને પગલે મહિધરપુરા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ધાર્મિક કાર્યક્રમના મંડપ પર દારૂની બોટલો લઈને આવેલા સુનિલ શાંતિલાલ મોદી (રહે. વિક્રમનગર, વરાછા)ની સામે કાર્યવાહી કરી છે. આ ઘટના બીજી સપ્ટેમ્બરે મોડીરાતે બની હતી. જોકે, દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે.
વધુ નવું વધુ જૂનું