અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

મોટાવરાછા રોડ પર ટ્રક ફસાઈ. વરસાદના કારણે રસ્તો પોલો પડતા ટ્રક ફસાઈ હતી.

મોટાવરાછા રોડ પર ટ્રક ફસાઈ. વરસાદના કારણે રસ્તો પોલો પડતા ટ્રક ફસાઈ હતી. મોટા વરાછામાં સુદામા ચોકથી યમુના ચોક ખાતે જતા શબરીધામ ગેટ પાસે ટ્રક ફસાઈ હતી. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા પોલા થઈ ગયા છે.
જેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.મોટા વરાછા વિસ્તારમાં રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર સામે આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. રોડ બનાવતી વખતે રોડમાં સરખુ પુરાણ ન કરવાને કારણે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. જેથી હવે પછી રોડ બને ત્યારે કોઈ ભ્રષ્ટાચાર ન થાય તેવુ ધ્યાન રાખવામાં આવે તેવી માગ કરાઈ છે.
વધુ નવું વધુ જૂનું