રાણપુર શહેરના પાળીયાદ રોડ પર ગઈકાલે સાંજના સમયે એક આઈસર ટ્રક પલટી ખાઈ જતાં તે સમયે રોડ પરથી પસાર થતાં બાઈક ચાલક ટ્રક નીચે દબાયો હતો. જેથી બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે બાઈક સવારનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
જ્યારે ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ અને તપાસ હાથ ધરી હતી.
રાણપુરના પાળીયાદ રોડ પર આવેલ ગીરનારી આશ્રમ પાસે આઈસર ટ્રક પસાર થયો હતો. જેના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગયેલ તે સમયે ત્યાંથી એક બાઈક ચાલક પસાર થતાં ટ્રક બાઈક ચાલક પર પડતાં બાઈક ચાલક ટ્રક નીચે દબાયો હતો. જેથી બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મૃત્યું નિપજ્યું હતું.
અકસ્માતને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ.
અકસ્માતને લઈને રાણપુર પોલીસ દ્વારા તપાસ કરાતા મૃતક યુવાન રાણપુર તાલુકાના અલમપુર ગામના ઘનશ્યામભાઈ ઝાલા હતા અને તેઓ રાણપુર આરોગ્ય વિભાગના કર્મચારી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારે યુવાનનું મોત થતાં રાણપુર શહેર અને પંથકમાં શોક ફેલાયો છે.