WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાડલાના કનેસરા ગામે પરિણીતા સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવાન ઉપર આઠ શખ્સોનો હુમલો

   
ભાડલાના કનેસરા ગામે પરિણીતા સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવાન ઉપર આઠ શખ્સોનો હુમલો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
ભાડલાના કનેસરા ગામ પાસે ઢોર ચરાવવા ગયેલા યુવકને અન્ય માલધારી સાથેની વાતચીતમાં પરણીતા સાથેના પ્રેમ સંબંધનો ભાંડો ફુટતા મહિલાના પતિ સહિત આઠ શખ્સોએ ભરવાડ યુવાન પર હુમલો કર્યો હોય જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાડલાના કનેશરા ગામના રહેવાસી અને પશુપાલનનો વ્યવસાય કરતાં વિપુલ રૂડાભાઈ મેવાડા (ઉ.27) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના કનેશરા ગામના ગોવિંદ નથુ સોરીયા, પ્રવિણ નથુ સોરીયા, વિરમ જિલ્લાભાઈ સોરીયા, હરેશ ભીખાભાઈ સોરીયા, ભુપત રૂખડભાઈ સોરીયા, ગોપાલ ભવાનભાઈ સોરીયા, રવિ જિલ્લાભાઈ સોરીયા અને નવઘણ જિલ્લાભાઈ સોરીયાનું નામ આપ્યું છે.
ફરિયાદમાં વિપુલે જણાવ્યા મુજબ પશુપાલનનો વ્યવસાય કરતો હોય તેને ગોવિંદ નથુ સોરીયાએ બેસવા બોલાવ્યો હતો અને તે કનેશસરાથી હલેન્ડા ગામ તરફ મણીના ચડાહ પાસે ગયો ત્યારે ગોવિંદ અને તેની સાથેના પ્રવિણ સહિતના શખ્સો ત્યાં હોય ઢોર ચરાવવા બાબતે થતી વાતચીતમાં વિપુલને ગોવિંદ સોરીયાની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનો ભાંડો ફુટતાં માથાકુટ થઈ હતી અને ગોવિંદ સહિતના આઠ શખ્સોએ વિપુલ મેવાડા ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા વિપુલને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. ભાડલા પોલીસમાં વિપુલે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગોવિંદ સહિતનાં શખ્સોની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો