જસદણ શાળાકીય રમતોત્સવમાં શ્રી ભડલી પ્રા.શાળા નં.-૨ના બાળકો જિલ્લા કક્ષાએ ખોખો અંડર -૧૪ એઇજ ગ્રુપમાં વિજેતા બનતા વિછીયા તાલુકાના BRC શ્રી હિતેશભાઈ ખલ્યાણી સાહેબ તથા ભડલી ક્લસ્ટર ના CRC શ્રી દિલીપભાઈ ખંભાળિયા સાહેબ દ્વારા ભાઈઓ અને બહેનો માટે ખોખોની રમત માટે નો ડ્રેસ ભેટ આપીને રાજ્ય કક્ષાએ રમવા જવા માટે બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો.
તેમજ બાળકો દ્વારા પણ અથાગ મહેનત કરીને રાજ્યકક્ષાએ પણ સફળતા મેળવવાની બાયેધરી આપી.આ તકે શાળા પરિવાર આ બંને સાહેબશ્રીઓના આ ઉમદા કાર્ય માટે હંમેશા ઋણી રહેશે.આપ આવા ઉત્તમકાર્ય કરી.
શિક્ષણ ક્ષેત્રે સદા અગ્રેસર રહો.એવી આચર્યશ્રી તથા શાળા પરિવાર વતી અઢળક શુભકામનાઓ.