અમરાપુર આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે રાજ્ય સરકારના સહકારથી યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા આદર્શ શૈક્ષણિક સંકુલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રાસોત્સવ 2024 નું આયોજન 25 ઓક્ટોબરે કરવામાં આવ્યું છે.
તડામાર તૈયારીઓ શૈક્ષણિક સંકુલના સંચાલક ભાનુભાઈ ભવનીયા અને ઘાસરલાલ કુદરલાલ ભવનીયા દ્વારા કરવામાં આવી રહી છે.
આ રાસોત્સવનો આરંભ 25 ઓક્ટોબર 2024ના રોજ સાંજે 7:30 વાગ્યે થશે.
મુખ્ય ગાયક જશું આહીર અને તેમનું સંગીત મંડળ લાઈવ મ્યુઝિકના માધ્યમથી માતાજીના ગૌરવગાન અને રાસને માણાવશે. જેમાં લોકોનો મોટી સંખ્યામાં આવકાર કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર ભાગ લેશે.