હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણથી અંદાજે ૨૪ કિલોમીટર દુર આવેલ હ. મીઠાપીર બાબા (ર.અ.) સાહેબનો ઉર્ષ મુબારક તા.૨૫ ઓકટોબર ૨૦૨૪ ને શુક્રવારના રોજ ઉજવાશે આ અંગે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે આજીવન અલ્લાહની બંદગી અને લોકોની સેવામાં રહેનાર હ. મીઠાપીર બાબાના ઉર્ષ અંગે જસદણના સામાજિક યુવા કાર્યકર રફીકભાઈ મીઠાણી એ જણાવ્યું હતું કે ભાડલાના નારિયેળી ડુંગર વિસ્તારમાં બિરાજતા હ. મીઠાપીર સાહેબના ઉર્ષ મુબારક વિવિધ ઇસ્લામી અવસરથી ગુંથાયેલો રહેશે શુક્રવારના રોજ સમસ્ત મીઠાણી પરિવારના કુળપીરના આ ઉર્ષ મુબારક નિમિતે બપોરે ૧૨ કલાકે ન્યાઝ બાદ નમાઝ ત્યારબાદ સાંજે સંદલશરીફ ચાદર પેશ અને મિલાદનુ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક આસ્થાળુઓને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.