દેત્રોજ મામલતદાર કચેરી નજીક આઈ.ટી.આઈ જવાના માર્ગની બાજુમાં કોહવાઈ ગયેલો એક અજાણી વ્યક્તિનો મૃતદેહ (ઉંમર આશરે 35 થી 40 વર્ષ) મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જે અંગેની જાણ દેત્રોજ પોલીસને થતા દેત્રોજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ દેત્રોજ મામલતદાર કચેરી પાસે આઈ.ટી.આઈ જવાના આરસીસી માર્ગની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટેના નાળા પાસેથી કોહવાઈ ગયેલી આશરે 35 થી 40 ઉંમરની વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.
જે અંગેની જાણ દેત્રોજ પોલીસને તથા દેત્રોજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એસ રબારી, પ્રો પીએસઆઇ સોલંકી સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
નાયબ મામલતદાર વસંતભાઈ પટેલ , સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અને એફએસએલની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહ કોહવાઈ ગયેલો હોવાથી સ્ત્રી કે પુરુષનો મૃતદેહ છે તે પણ જાણી શકાયું નથી. દેત્રોજ પોલીસે અકસ્માત ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
હાલ આ બનાવથી દેત્રોજ તેમજ આસપાસના અન્ય વિસ્તારોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.