જસદણમાં નવા બસ સ્ટેશન પાસે આવેલ રામાણી હોસ્પિટલની બાજુમાંથી એક અજાણ્યા શખ્સ દ્વારા બાઈકની ચોરી કરવામાં આવી હતી.
જે બાઈક ચોરીની સમગ્ર ઘટના હોસ્પિટલ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા બાઈક માલિક દ્વારા જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જો કે જસદણમાં બે દિવસમાં બાઈક ચોરીના બે અલગ-અલગ બનાવો બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
જો કે આ ચોરીના બનાવમાં જસદણ પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજના આધારે બાઈક ચોર પ્રવિણ વિરજીભાઈ કોતરા(ઉ.વ.40)(રહે-કાળાસર,તા-જસદણ) ની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જો કે જસદણ પોલીસે પકડાયેલ ચોર પાસેથી બે બાઈક પણ કબ્જે કર્યા હતા.