જસદણ પાસેના આલણસાગર ડેમમાં ત્રણ મિત્ર નહાવા પડ્યા હતા જેમાંથી એક સગીર યુવક ડૂબી જતા મોત થયું હતું.
જ્યારે બે મિત્રનો બચાવ થયો છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને સગીરના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જસદણની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
વધુમાં મળતી વિગતો મુજબ જસદણના 17 વર્ષીય આઝમ હનીફભાઈ માલકાણી નામનો યુવક મિત્રો સાથે નહાવા પડયા બાદ ડૂબી ગયો હતો.
જ્યારે બાકીના બન્ને બહાર નીકળી ગયા હતા.વહેલી સવારે ડેમમાંથી સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના માથામાં પાછળના ભાગે ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા.
હાજી સિરાજભાઈ ડાયાતર ત્રણ છોકરા સાંજના 4 થી 4-30 વાગ્યા આસપાસ આલણસાગર ડેમ ઓવરફલો થયો હોવાથી ત્યાં નહાવા ગયા હતા. બે છોકરાઓ ઉપર નહાતા હતા અને એક છોકરો નીચે ખાડામાં નહાતો હતો.
આઝમ હનીફભાઈ માલકાણી નહાતા વખતે પડી જતાં તેને માથાના ભાગે ઈજા થતાં તે પાણીમાં ડૂબી ગયો હતો.
તેની સાથે રહેલા બે છોકરાંને ખબર નહોતી કે તેમનો સાથી ખાડામાં ડૂબી ગયો છે. અમને પણ આ અંગે કશી જાણ ન હતી. અમે આખી રાત તેની શોધખોળ કરી હતી.
આજે વહેલી સવારે 5 વાગ્યે તેનો મૃતદેહ પાણીમાં ઉપર આવ્યો એટલે અમને જાણ થઈ. તેની સાથે ગયેલા બે છોકરાએ રાત્રે 2 વાગ્યે કીધું કે અમે ત્રણેય ડેમમાં નહાવા માટે ગયા હતા અને ત્યાંથી તે યુવક અમને કહ્યા વગર નીકળી ગયો છે, તે ડૂબી ગયો છે તેની સવારે ખબર પડી.
બાદમાં જસદણ મામલતદાર તથા પોલીસ સ્ટાફ સહિતના પણ ત્યાં આવી ગયા હતા. બાદમાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી જસદણ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે લાવ્યા હતા. -