ચોટીલા નગરપાલિકામાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગ કર્મચારીઓને છેલ્લાં 6 માસથી પગાર ન ચૂકવવામાં આવતા કર્મચારીઓ આર્થિક સંકળામણ આવી ગયા છે.
તેમજ હાલ દીવાળીનો મોટો તહેવાર આવતો હોવાથી પરિવાર સાથે આનંદપૂર્વક તહેવાર ઉજવી શકે તે માટે ચોટીલા પ્રાંત અધિકારીને સરકાર દ્વારા 3 માસનો પગાર ચૂકવી આપવામાં આવે તેવી માંગણી સાથે ચોટીલા મામલતદાર કચેરી ખાતે પ્રાંત ઓફિસર કલ્પેશકુમાર શર્મા અને નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી દીવાળી પહેલા પગાર ચૂકવી આપવાની નગરપાલિકાના કર્મચારી દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.