અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઘેલાં સોમનાથમાં વિકાસ માટે દસ કરોડની લીલી ઝંડીને આવકારતાં વિજયભાઈ રાઠોડ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નજીક આવેલ વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે સરકારે રૂપિયા દસ કરોડની નાણાકીય ગ્રાન્ટ ફાળવવાની લીલી ઝંડી આપતાં આ અંગે જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ રાજયનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરી તેમની સરકારના આ નિર્ણયને વધાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ રાજયનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ જયારે દેશ વિદેશના લાખો ભાવિકોના આસ્થાના કેન્દ્ર શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે પધારેલ હતાં ત્યારે આ મંદિરના વિકાસ માટે દસ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી દરમિયાન આ ગ્રાન્ટ કોઈ કારણસર ફાળવામાં આવી નહોતી એટલે રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા આ અંગે ગત તા. ૭ ઓકટોબર ૨૦૨૩ અને ત્યારબાદ ૧૬ માર્ચ ૨૦૨૪ દરમિયાન પત્ર વ્યવહારો થતા.
આખરે ગુજરાત સરકારના ઉદ્યોગ, ખાણ વિભાગના ઉપ સચિવ કે કે વ્યાસે ઘેલાં સોમનાથ મંદિરના સંકુલના વિકાસ માટે રૂપિયા દસ કરોડની રકમ ફાળવણી માટે વહીવટી મંજુરી આપી દેતાં ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના લાખો ભાવિકજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી અત્રે નોંધનીય છે કે તાજેતરમાં સરકારે ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરની એક ૧૪ સભ્યોની સમિતી બનાવી જેમાં જસદણ અને વીંછિયા પંથકમાં કોઈ પણ દેખાડો કર્યા વગર નિઃસ્વાર્થ સેવાને વરેલા લોકોની પસંદગી કરવામાં આવી હતી તેમનું સન્માન હજું થઈ રહ્યું છે ત્યારે સરકારે વધું દસ કરોડની સહાયને લીલી ઝંડી આપતાં આમ નવી સમિતિના સભ્યો ભારે લકી પુરવાર થયાં હોવાનું માનવામાં આવે છે.
વધુ નવું વધુ જૂનું