હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકા સહિત ચાર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં સેવાની સુવાસ ફેલાવતી અને પ્રસુતાને અતિ આઘુનિક સારવાર આપતી કોટડીયા મેટરનિટી હોસ્પિટલ શનિવારે દશેરાના દિવસે ૧૭ માં વર્ષમાં વટભેર પ્રવેશ કરતાં આ નિમિતે હોસ્પિટલ તરફથી જસદણની સરકારી હોસ્પિટલમાં સેવાકીય પ્રવૃત્તિ થઈ હતી.
દશેરાના દીવસે જસદણની સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ દર્દીઓને ચા બિસ્કીટ અને વિવિધ પ્રકારના ફ્રુટો આપી માનવતાનું કાર્ય થયું હતું