WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

એક સમયે બાગોમાં ભુખ્યા રાત ગુજારનાર મિથુન ચક્રવતીને સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે એવોર્ડ

ગોરો કી ના કાલો કી દુનિયા હે દિલ વાલો કી 
હસકે જિસે હસકે મરે હમ જેસે દિલવાલો કી

આવતા વરસે જેઓ જીવનના 75 વરસ પુરા કરે છે એ લોકલાડીલા મિથુનચક્રવતી વરસોથી સિનેરસીકોના દિલમાં રાજ કરે છે. 1974 માં મુણાલસેનની ફિલ્મથી ફિલ્મોમાં એન્ટ્રી કરનાર એક સમયના નકસલી મિથુન પહેલી ફિલ્મથી રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો હતો.
મિથુનને આ આ એવોર્ડ મળ્યો એના પર પ્રતિકિયા આપતાં આ હરદીલ અઝીઝ કલાકારે જણાવ્યું હતુ કે હું આ પુરુસ્કાર મારાં પરિવાર અને વિશ્વભરના ચાહકોને સમર્પિત કરું છું.
એક સમયે પીટ ક્લાસ આગલી હરોળના પ્રેક્ષકોનો હીરો ક્યારે સુપર સ્ટાર અમિતાબ બચ્ચનની લગોલગ પહોંચી ગયો કોઈને ખબર જ પડી નહી. ગરીબોનો અમિતાભ ગણાતો મિથુન અગ્નિપથમાં સુપર સ્ટાર સાથે કામ જોરદાર કામ કરી બધાને આશ્રયચકિત કરી ગયો અગ્નિપથમાં અમિતાભની વિજય દિનાનાથ ચૌહાણવાલા દમદાર અભિનય સાથે મિથુનના મદ્રાસી લુંગીવાલા નારિયેળ પાણીવાલા રોલને કોણ ભુલી શકે?
મિથુનને ખુબ જ સંઘર્ષ કર્યો છે. ખુબ લાંબી લડાઈ લડી છે. ખુબ સહન કર્યું છે. એક સમયે બાગમાં ભુખો સુનાર અભિનેતા આજે પણ ઉટીમાં મોનાર્ક હોટલની ચેનનો માલિક છે.
મિથુનને અત્યાર સુધી ત્રણ ત્રણ વખત રાષ્ટ્રીય પુરુસ્કાર મળ્યા છે. 1976 ની મુગ્યા પછી 1992 માં તહાદેર કથા અને 1998 માં સ્વામી વિવેકાનંદ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા એમ ત્રણ ત્રણ રાષ્ટ્રીય પુરુસ્કાર મળ્યા છે.
 બી. સુભાસે ડિસ્કો ડાન્સર નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મથી મિથુનનો સિતારો ચમકવા માંડ્યો. ફિલ્મના ગીતો આજે પણ લોકપ્રિય છે. " આઈ. એમ એ ડિસ્કો ડાન્સર " " ગોરોકી ના કાલો કી દુનિયા હે દિલવાલો કી " " યાદ આ રહા હે તેરા પ્યાર "ડિસ્કો ડાન્સર ફિલ્મમાં મિથુન જયારે સંઘર્ષ કરતા હોય છે એ વખતે રાતે ઘરે જતી વખતે ફૂટપાથ પર સ્ટેજ લાઇટિંગ માઈક વગર મિથુન ચાલતા ચાલતા જે ડાન્સ કરે છે એ અવિસ્મરણીય છે. એ ડાન્સ એના સ્ટેપ કાબિલે તારીફ હતા એ વખતે રીસીકપૂર અને કમલહસન જેવા સારા શ્રેષ્ઠ ડાન્સરો હતા પણ મિથુને મહેનત કરી પોતાની અલગ જગ્યા બનાવી.
મિથુને ઇમેજ બદલવા પ્યાર ઝુકતા નહી સ્વર્ગ સે સુંદર ઘર એક મંદિર જેવી સામાજિક ફેમિલી ફિલ્મો કરી ae પણ સુપરહિટ મિથુને એ વખતના ચલણી સિક્કા જેવા સુપર સ્ટારો અમિતાભ બચ્ચન જીતેન્દ્ર ધર્મેન્દ્ર રાજેશ ખન્ના શત્રુધન સિંહા ગોવિંદા સહિત ટોપના હીરો સાથે કામ કર્યું છે. સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે અશાંતિ ડિસ્કો ડાન્સર માં સાથે કામ કર્યું છે આપના મિલેનીયમ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સાથે અગ્નિપથ અને ગંગા જમના સરસ્વતીમાં કામ કર્યું છે અમિતાભની દમદાર અભિનય વાલી મુકુલ આનંદની અગ્નિપથમાં વિજય દિનાનાથ ચૌહાણ અને કાંનચા ચીના ડેનીની હાજરી છતાં મિથુને ક્રિષ્ના એયર નારિયેળ પાણીવાલીની ભુમિકામાં જાન રેડી દીધી હતી. મિથુનના વળતા પાણી થઈ રહ્યા હોવાનું આગળથી જાણી લીધા પછી મિથુને ઉટીનો રસ્તો પકડ્યો. અહીં મોનાર્ક હોટલની શ્રુંખલા ઉભી કરી. બીજું કામ અહીં રીતસર ફિલ્મો બનાવવાની ફેક્ટરી શરૂ કરી. એક પછી એક ધડાધડ ફિલ્મો બનાવી કોઈ શુક્રવાર એવો નહી ગયો હોય કે જે શુક્રવારે મિથુનની એક પણ ફિલ્મ રજુ ના થઈ હોય આ વાહિયાત ફિલ્મોથી મિથુન બહુ નામ અને દામ કમાયા.
મિથુન પશ્રીમ બઁગાલની લોકસભાની આસનસોલ બેઠકના સાંસદ પણ રહી ચુક્યા છે. મોદી મમતા સહિત તમામ રાજકીય પક્ષના આગેવાનો સાથે મિથુનના સારા સંબંધો સારા રહ્યા છે. આજે પણ મિથુન રિયાલટી શો ના જજ તરીકે ટી. વી. પર આવે છે મિથુન આજે પણ પોતાના સંઘર્ષના ગરીબીના દિવસો ભુલ્યા નથી. જુનિયર કલાકારો ડુપ્લીકેટ કલાકારો પડદા પાછળના કસબીઓ ટેક્નિકશયનોની મદદ માટે પોતાના પ્રમુખપદે એક સંગઠન બનાવ્યું છે. મિથુન દિલ ખોલીને બધાને મદદ કરે છે. ઉદાર હાથે ફાળો આપે છે. મિથુન કોઈની તકલીફો મુસીબતો જોઈ શકતા નથી યથાશક્તિ મદદ માટે હંમેશા તૈયાર હોય છે 
મિથુનના યાદગાર સંવાદો યાદગાર ગીતોની યાદી બહુ લાંબી છે. અનેક મધ્યમ વર્ગના ભારતીયોના હૃદય તનમન થિરકતા કરનાર એક સમયે મુંબઈના બાગોમાં રાતે ભુખા સુઈ જનારા મિથુન ચક્રવતી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં લાલ જજમ પર ફિલ્મ ઉધોગનો સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે એવોર્ડ એવોર્ડ સ્વીકારશે તે વખતે ભારતમાં રોજ સંઘર્ષ કરી સાંજના છેડે બે છેડા ભેગા કરતા કરોડો ભારતીયો માટે ગર્વ અને ખુશીની વાત છે.
એક સમયે રશિયાની ગલી ગલીઓમાં જેના ગીતો ગુંજતા હતા તે લોકલાડીલા હરફનમૌલા જિંદાદિલ પરોપકારી મિથુન ચક્રવતીને આખા વિશ્વમાં વસતા લાખો ચાહકો તરફથી સુપર દુપર ખુબ ખુબ અભિનંદન.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
93769 81427

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો