WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ડોક્ટર હાજર હોવા છતાં સ્ટાફે ડિલિવરી કરાવી, બાદમાં પ્રસૂતાનું મોત નિપજ્યું

સુરેન્દ્રનગર શહેરમાં પ્રસૂતિ બાદ મહિલાના મોત મામલે મણીરામ શાંતીદાસ દુધરેજીયા, વૈષ્ણવ લાલજી રાધેશ્યામભાઈ, દાણીધારીયા વલ્લભદાસ અંબારામભાઈ, મુકેશ નરોતમતદાસ વૈષ્ણવ સહિત 28 વધુ લોકોએ સુરેન્દ્રનગર ડીએસપી, રાજ્યપાલ, મુખ્યમંત્રી આરોગ્ય વિભાગ ગાંધીનગર સહિત લેખિત આવેદન આપી રજૂઆત કરી હતી.
જેમાં જણાવ્યું કે, ધૃવીબેન ઇન્દ્રજીતભાઈ સાધુ પ્રસુતિ માટે સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં તા.11-10-2024ના રોજ સવારે અંદાજે 6.30 કલાકેની આસપાસ ગયા હતા. ત્યાં ડોક્ટરની હાજરીમાં નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસુતિ કરાયા બાદ હોસ્પિટલના સ્ટાફ અને ડોકટરની બેદરકારીના કારણે તબિયત લથડી હતી.

ત્યારબાદ પરિસ્થિતિ વધારે ગંભીર થતા તેમને અમદાવાદ રિફર કરાયા હતા. આ હોસ્પિટલના સ્ટાફ દ્વારા અમદાવાદ રિફર કરવા એમ્બુલન્સની સગવળ કરી આપી હતી. જેનો ચાર્જે અંદાજે 4000 મહિલાના પરિવાર દ્વારા ચૂકવાયો છે. જ્યારે મહિલાને એમ્બ્યુલન્સમાં અમદાવાદ ખાતે રિફર કરાયા ત્યારે હોસ્પિટલથી કરેલી સારવારના તમામ સાધનો કાઢી લેવાયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો