રાણપુર શહેરમાં ભાદર નદી ઉપર આવેલ પુલ પર પાણી ફરી વળતાં લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાણપુર તાલુકાને જોડતો આ એક માત્ર પુલ છે જેની ખૂબ ખરાબ હાલત છે. સાઈડની રેલીંગ પણ તુટી ગઈ છે. આ બાબતે અનેક વાર તંત્ર ને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા વખતે પહેલા અહીયા ધૂળ સાફ કરી કલર કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી ને સરકારના રુપિયાનું પાણી થઇ ગયું. આ બાબતે રાણપુર સરપંચે જણાવ્યું હતું કે, પુલ બાબતે અનેક વાર રજુઆત કરવામાં આવી તો પણ ઉપર થી કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નથી. આ પુલ આખા સોરાષ્ટ્રને જોડતો પુલ છે. જો આ પુલ પડી જશે તો રાણપુર સંપર્ક વિહોણું બની શકે છે તો વહેલામાં વહેલી તકે તંત્ર દ્વારા પુલનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.