જસદણ ખાતે લોકોને ઘર આંગણે જ વિવિધ યોજનાના લાભ મળી રહે અને લોકોને દોડાદોડી ન થાય તે માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ હાજરી આપી હતી.
અને જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓના લાભો ગ્રામ્ય નાગરિકોને એક જ સ્થળ પર મળી રહે તે માટે વિવિધ વિભાગોના સ્ટોલ તેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં છે. જેમાં તાલુકાના નાગરિકો વિવિધ લાભો મેળવી શકશે. આ કાર્યક્રમ સવારે 9-30 થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સેવા સેતુના સ્ટોલમાં ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ સાંજ સુધી અથવા જ્યાં સુધી લોકો આવે ત્યાં સુધી તેઓને લાગતી જરૂરી સેવાઓનું તાત્કાલિક નિરાકરણ કરવા સંબધિત વિભાગોને મંત્રીએ સૂચના આપી હતી.
પાલિકાના ચીફ ઓફિસર આર.સી.શેખે સ્વાગત કર્યું હતું. આ તકે અગ્રણી સોનલબેન વાસાણીએ ઉદબોધન કર્યું હતું. આરોગ્ય, અન્ન અને નાગરિક પુરવઠા, મહેસુલ વિભાગ, ICDC અને મહિલા- બાળ વિકાસ વિભાગ, પોલીસ સહિતના વિભાગની 56 સેવાઓના લાભો લોકોને ઘર આંગણે અપાયા હતા. લોકોએ આધાર કાર્ડમાં સુધારા, રાશનકાર્ડમાં સુધારા, ઉમેરો, આયુષ્માન કાર્ડ, આવકના દાખલા જેવી સેવાઓનો વધુ લાભ લીધો હતો.