સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજીના સ્થાપના દિવસે યોજાનાર પાટોત્સવ નિમિત્તે હનુમાન ચરીત્ર કથાનો પ્રારંભ થયો હતો. હનુમાનજી મંદિરે આવેલ શિવાલય ખાતેથી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પોથી યાત્રા યોજાઈ હતી.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સુપ્રસિધ્ધ યાત્રાધામ કષ્ટભંજન હનુમાનજી મંદિરઆવેલું છે. આ મંદિર લાખો શ્રધ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. સદ્દગુરુ ગોપાળાનંદજી સ્વામીએ આસો વદ પંચમીના દિવસે હનુમાનજી દાદાની સ્થાપના કરવામાં આવી હતી. તેથી સાળંગપુર હનુમાનજી મંદિરે દર વર્ષે દાદાને ભવ્ય પાટોત્સવ યોજી સ્થાપના દિવસની ઉજવણી કરાઈ છે.
બે દિવસ બાદ હનુમાનજી દાદાનો પાટોત્સવ યોજાનાર છે જે નિમિત્તે હનુમાનજી મંદિરે હનુમાન ચરીત્ર કથાનું આયોજન કરાયું છે, ત્યારે હનુમાનજી મંદિરના શિવાલય ખાતેથી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભવ્ય પોથી યાત્રા યોજાઈ હતી. પોથી યાત્રામાં કોઠારી વિવેક સાગર સ્વામી, શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, ડિકે સ્વામી સહિત સંતો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા અને હનુમાન ચરીત્ર કથાનો પ્રારંભ થયો હતો.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પાટોત્સવ નિમિત્તે યોજાનાર હનુમાન ચરીત્ર કથા અનુસંધાને કોઠારી વિવેક સાગર સ્વામીએ માહિતી આપી હતી.