અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયાના મોધુકમાં જંગલમાં પશુઓનો શિકાર કરવા નીકળ્યું દંપતી, ફોરેસ્ટ કર્મચારીઓએ પીછો કરતાં પટકાયા

વીંછિયાના મોઢુકા ગામે રહેતો યુવાન અને તેની પત્ની સારવાર માટે ગત રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. પોતાના પર ઘેલા સોમનાથ રોડથી મોઢુકા ગામ વચ્ચે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાનું કહેતાં તે મુજબની નોંધ હોસ્પિટલ ચોકીના સ્ટાફે વીંછિયા પોલીસમાં કરાવી હતી. જો કે તપાસ થતાં આ બન્ને બંદૂક લઇ શિકાર કરવા નીકળ્યા હોઇ ફોરેસ્ટ કર્મચારીઓએ પીછો કરતાં ભાગવા જતાં પડી ગયાનું ખુલતાં પોલીસે ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી.
મોઢુકા ગામે રહેતો મગન તળશીભાઇ ખાવડીયા (ઉ.વ.33) ગત રાત્રે માથામાં ઇજા થયેલી હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. સાથે તેની પત્નિ શારદાબેન પણ હતી. મગને પ્રાથમિક પુછતાછમાં પોતે ફોટોગ્રાફીનું કામ કરતો હોવાનું અને પત્ની સાથે રાજકોટ આવી પરત પોતાના ગામ જતો હતો. ત્યારે મોઢુકા નજીક અજાણ્યા શખ્સોએ આંતરી પાઇપથી ફટકાર્યાનું કહ્યું હતું. જો કે મગન અને તેની પત્ની બંદૂક લઇ શિકાર કરવા નીકળ્યા હોઇ ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા પીછો થતાં પડી જતાં ઇજા થઇ હતી. વળી મગન પાસે બંદૂક પણ મળી આવી હતી.

આ મામલે જસદણમાં રહેતા અને વનપાલ (રાઉન્ડ ફોરેસ્ટર) તરીકે ફરજ બજાવતા દેવરાજભાઇ ગોહિલે વીંછિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં મોઢુકા ગામના મગન તળસી ખાવડીયા અને તેની પત્ની શારદાબેનનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત રાત્રીના નવેક વાગ્યે ઇન્ચાર્જ અને બીટગાર્ડ સાથે મોઢુકા રાઉન્ડમી ઉમઠવીડી બોર્ડર પાસે પેટ્રોલીંગમાં હતા. ત્યારે એક પુરૂષ અને મહિલા હાથમાં બંદૂક સાથે જોવા તેને ઉભા રહેવાનું કહેતા બન્ને ભાગવા લાગ્યા હતા. આથી મોટરસાઇકલ રાધાકૃષ્ણ મંદિરથી મોઢુકા વચ્ચે સ્લીપ થઈ જતા બન્ને દંપતી પટકાયું હતું અને તેની પાસે રહેલી બંદૂક પણ બાજુમાં પડી હતી. ત્યાં જઈને જોતા યુવકના માથાના ભાગેથી લોહી નીકળવા વીંછિયા અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. દંપતી પાસેથી મળેલી બંદૂક વીંછિયા પોલીસ સ્ટેશનને સોંપી આ બનાવની જાણ કરતા પોલીસે દંપતી સામે ગુનો દાખલ કર્યો હતો
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો