ગોંડલ જામકંડોરણા રોડ પર અકસ્માત:ઇક્કો અને યુટીલિટી વચ્ચે અકસ્માત સર્જાતા 10 વ્યક્તિને ઇજા; ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી
ગોંડલ જામકંડોરણા રોડ પર ઉમરાળી અને ત્રાકુડા વચ્ચે ઇકો કાર અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત બાદ યુટીલિટી પલ્ટી જવા પામી હતી. જેમાં 10 જેટલા લોકોને ઇજા થઈ છે.
અકસ્માતને લઈને ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે જામકંડોરણા CHC સેન્ટર અને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
ગોંડલ જામકંડોરણા રોડ પર ઇક્કો કાર અને યુટીલિટી પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મુકેશભાઈ રણમલભાઈ રાઠોડ ઉ.વ.40, મહેશભાઈ ટપુભાઈ રાજગોર ઉ.વ.28, જયાબેન બાલુભાઈ વાજા ઉ.વ.48, વિનોદભાઈ દેવશીભાઈ રાખીયા ઉ.વ. 52, પાયલબેન વિનોદભાઈ રાખીયા ઉ.વ.22 સહિત 10 લોકોને ઇજા થઇ હતી.
જેમાં ઇજાગ્રસ્તોને CHC જામકંડોરણા સારવારમાં અને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને લઈને ગોંડલ, કોલીથડ, અને જામકંડોરણા સહિત ત્રણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.
અકસ્માતમાં ઇજા પામનારની બચાવ કામગીરી કોલીથડની 108 એમ્બ્યુલન્સના પાઇલોટ ભાવેશભાઈ EMT મનીષાબેન, જામકંડોરણા 108 એમ્બ્યુલન્સના પાઇલોટ ઉત્તમભાઈ EMT બાલુભાઈ અને ગોંડલ 108 એમ્બ્યુલન્સના પાઇલોટ કાનજીભાઈ અને EMT મહેન્દ્ર ગોસ્વામી દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.