અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીરપુરમાં પતિએ પૂર્વ પત્નીની હત્યા કરી નાખી:20 દિવસ પહેલાં જ છૂટાછેડા લીધા બાદ પત્નીએ અન્ય યુવક સાથે મૈત્રીકરાર કરતાં પતિ ભુરાયો થયો

વીરપુરમાં રહેતી અને ત્રણ સંતાનની માતાએ ગૃહકંકાસથી કંટાળી 20 દિવસ પહેલાં જ પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને એક યુવક સાથે મૈત્રી કરારથી જોડાઇને બે પુત્રી સાથે એકલી અોરડીમાં રહેતી હતી, જેની સામે પૂર્વ પતિને વાંધો પડ્યો અને શનિવારે બપોરે દીકરા સાથે પૂર્વ પત્નીની ઓરડીએ ધસી જઇ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી નાખી હતી અને બાદમાં પોતે સામેથી પોલીસમાં હાજર થઇ ગયો હતો.

મોણપરના વતની અને વીરપુરમાં જલારામ નગર રેલવે ફાટક પાસે રહેતા તેમજ ગોમટા ચોકડી પાસેની હોટલમાં વાસણ સાફ કરવાની મજૂરી કરતા હંસાબેન ઉર્ફે પ્રેમીલાબેન ધીરૂભાઇ ધરજીયાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી બે દીકરીમાંથી મોટી દક્ષા રાજકોટ સાસરે છે અને નાની દીકરી અલ્પા ઉર્ફે ક્રિષ્નાના લગ્ન 17 વર્ષ પહેલાં વીરપુરના કાનજીભાઇ રાઘવભાઇ ગોહેલ સાથે થયા હતા અને તેમને સંતાનમા એક દીકરો ગૌતમ અને બે દીકરી ધ્રુવી અને નેન્સી છે. અલ્પાએ 20 દિવસ પહેલાં જ પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને બે દીકરી સાથે મંજુબેન હરેશભાઇ મકવાણાની ઓરડીમાં ભાડેથી એકલી રહેતી હતી. હું કામે ગઇ હતી ત્યારે બપોરે મારા શેઠ દિનેશભાઇ પટોળિયાના ફોનમાં મંજુબેનનો ફોન આવ્યો અને મારી સાથે વાત કરી ત્યારે કહ્યું કે તમારી દીકરી અલ્પાને કાનજી ગોહેલે મારી નાખી છે, તાબડતોબ વીરપુર પહોંચી ત્યારે બધા ઓરડીની બહાર એકઠા થઇ ગયા હતા ત્યારે મંજુબેને હકીકત મને કહી કે બપોરે ગાૈતમ અને કાનજી આવ્યા હતા અને બારણું બંધ હતું. અંદરથી રાડારાડીનો અવાજ આવતાં અમે દોડ્યા પરંતુ કોઇએ દરવાજો ખોલ્યો નહીં, અને જ્યારે કાનજીએ દરવાજો ખોલ્યો ત્યારે લોહીની નદી વહેતી હતી અને અલ્પા જમીન પર લોહીલુહાણ હાલતમાં પડી હતી. પછી બાપ દીકરો ત્યાંથી નાસી ગયા અને અમે તેને વીરપુર સિવિલમાં ખસેડી હતી પરંતુ ત્યાં સુધીમાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતુ.

ગળા અને ખભામાં વાર કરતાં લોહીના ખાબોચિયાં ભરાયા

કાનજીએ અલ્પાને ધારદાર હથિયારથી ગળા અને ખભામાં વાર કરતાં લોહીના ખાબોચિયાં ભરાઇ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં અલ્પા ત્યાં જ ફસડાઇ પડી હતી. માતા પિતાને લડતા જોઇ ગૌતમ વચ્ચે પડ્યો તો તેને પણ છરીનો એક ઘા જમણા કાંડામાં લાગી ગયો હતો એન ઇજા પહોંચી હતી.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો