અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ ખાતે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઇ નું નિવેદન, કહ્યું- વિદ્યાર્થીઓએ ખેતરો અને ખેડુતનોનાં ઘરની વિઝીટ કરવી જોઈએ

આવતીકાલથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વિવિધ જણસીઓની ખરીદી શરૂ કરવામાં આવનાર છે. જોકે, તે પૂર્વે સામજિક કાર્યોમાં અગ્રેસર રહેતા કોમેડિયન અને યુટ્યૂબર નીતિન જાની ઉર્ફે 'ખજૂર'નું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જસદણ ખાતે એક કાર્યક્રમમાં ખજૂરે જણાવ્યું હતું કે, ખેડૂતોને ક્યારેય પણ મગફળીના પુરા ભાવો મળતા નથી. ખેડૂતોની સાચી સ્થિતિ જાણવા માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. અને વિદ્યાર્થીઓએ ખેડૂતોનાં ઘર અને ખેતરોમાં વિઝીટ કરવી જોઈએ.
રાજકોટના જસદણમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા નીતિન જાની ઉર્ફે ખજુરે ખેડૂતોને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને ક્યારે પણ મગફળીના ભાવો મળતા નથી. તેથી વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ વિઝીટ કરવા કરતાં ખેડૂતોના ખેતરમાં વિઝીટ કરવી જોઈએ, ખેડૂતોના ખેતર અને ઘરની વિઝીટ કરવાથી તેમના અવેરનેસ આવશે.

નીતિન જાનીએ આગળ જણાવ્યું હતું કે, લોકો ખેડૂત વિષે જાણે છે. પરંતુ ખેડૂત કેટલી મહેનત કરે છે, તેના ભાવો મળે છે કે નથી મળતાં, તે મુદ્દા પર કોઈ પાસે પૂરતી જાણકારી નથી. એટલે ખેડૂતો પ્રત્યે અવેરનેસ થવા માટે યુવાઓએ આગળ આવવું જરૂરી છે. મારૂ માનવું છે કે, ખેડૂતો આગળ વધે અને તેઓને સારી વસ્તુઓ મળે તે માટે યુવાનોઆગળ વધશે તેટલું ગુજરાત અને ભારતનું કલ્યાણ થશે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો