WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ વિંછીયા રોડ પર 21 ફૂટ ઉંચી જગતગુરૂ રામાનંદાચાર્યજી મહારાજની મૂર્તિનું અનાવરણ ધર્મ સભા સાથે પુર્ણ

જસદણના વિંછીયા રોડ પર આવેલ બાલ યોગી સાસીયા બાપુ ની જગ્યાએ શ્રી શ્રી શ્રી 1008 જગતગુરુ રામાનંદાઆચાર્યજી મહારાજ ની 21 ફૂટ ની મૃતી નું અનાવરણ લીમડીપીઠના પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રી લલિત કિશોર ચરણજી તેમજ રાજ્યના કેબિનેટ પ્રધાન કુવરજી બાવળીયા ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણિયા તેમજ પાંખ ના સમાજના પ્રદેશ પ્રમુખ વેંકટ ગીરીબાપુ સહિત ગુજરાત ભરના સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું. 

આ તકે જસદણ અને વિછીયા સહિત સૌરાષ્ટ્રના સાતે જિલ્લામાંથી મોટી સંખ્યામાં રામાનંદી સાધુ સમાજ હાજર રહ્યો હતો 

ખાંડાધાર હડમતીયા ગઢડીયા ગામ અને જસદણ વિછીયા ભાડલા રામાનંદી સાધુ સમાજ ના સહયોગથી જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની ભવ્ય મૂર્તિનું અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું 

ખૂબ ઓછા લોકોને જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજના વિશે જાણે છે જ્યારે ભારત વર્ષમાં મોગલ રાજાનું શાસન હતું એ સમયે હિન્દુ ધર્મ ઉપર અત્યાચાર થતા હતા મંદિરો તોડી પાડવામાં આવતા હતા હિન્દુઓને મારીને મુસલમાન બનાવી રહ્યા હતા એ સમયે ભગવાન રામ એ અવતાર લીધો હતો

રામાનંદાચાર્યજી તરીકે મોગલ રાજાના મૌલવી મોઢામાં ઠોકીને ઘર્મ પરિવર્તન કરતા હતા એ સમયે ગુરુજીની યોગ શક્તિ છે સંધ્યા સમયે મસ્જિદોમાં શંખનાદ અને ઝાલર નો અવાજ આવતો સાથેજ નમાઝ પડવા ના સમયે પણ જાલર અને શંખનાદ થતો હતો મોગલ રાજાએ તમામ મૌલવી બોલાવી કહ્યું કે આ બધુ શા માટે થઈ રહ્યું છે ત્યારે મૌલવી દ્વારા જણાવાયું કે રામાનંદાચાર્યજી મહારાજ ની યોગ શક્તિથી આ બધું થઈ રહ્યું છે ત્યારે બાદ મોગલ રાજા એ ગુરૂજી સાથે બેઠક કરી અને રામાનંદાચાર્યજી મહારાજ ને મોગલ રાજાએ કહ્યું કે તમે શામાટે આવું કરો છો ત્યારે રામાનંદાચાર્યજી મહારાજે કહ્યું કે હિન્દુ ધર્મ અને હિન્દુ પર અત્યાચાર બંધ કરો સાથેજ હિન્દુઓ નું ધર્મ પરિવર્તન કરવા નું બંધ કરો ત્યારબાદ મોગલ રાજાએ કહ્યું હું ફરમાણ જાહેર કરૂં છું કે હવે પછી હું હિન્દુ નું ધર્મ પરિવર્તન નહિ કરૂ તેનું વચન આપું છું

ત્યારબાદ મસ્જિદોમાં શંખનાદ અને ઝાલર નો નાદ થતો બંધ થયો અને હિન્દુ ધર્મ નો નાશ થતો અટકયો અને ભારત વર્ષમાં ગામડે ગામડે રામજી મંદિરો જગતગુરૂ રામાનંદાચાર્યજી મહારાજે બંધાવ્યા સાથેજ બાર શિષ્યો ને હિન્દુ ધર્મ નો પ્રચાર માટે ભારત વર્ષમાં મોકલ્યા બારે શીષ્યો ના નામ ની વાત કરીએ તો કબીરદાસજી રૈદાસજી ધન્નાજી પીપ્પાજી સેનજી અનંતાનંદજી સુખાનંદજી યોગાનંદજી સુરસુરાનંદજી ગલવાનંદજી નરહર્યાનંદજી ભવાનંદજી આ તમામ શિષ્યો ભારત વર્ષમાં ભગવાન રામ ના નામનો ભક્તિનો નાદ હિન્દુ ધર્મ જગાવ્યો હતો. 

બારે બાર શિષ્યોને ભગવાન દર્શન પણ આપ્યા હતા હિન્દુ ધર્મના પાયામાં જગતગુરુ રામાનંદાઆચાર્ય મહારાજ મૂળ છે જસદણ રામાનંદી સાધુ સમાજ દ્વારા ગુરુજીની મૂર્તિના અનાવરણ સમયે જસદણ અને વિછીયા તાલુકાના ગામના તમામ રામજી મંદિરના પૂજારીઓને આ કાર્યક્રમમાં સન્માન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ આવેલ સંતોએ ધર્મ સભામાં ગુરુજીની યોગશક્તિ પરચાઓની ભાવવિભક્તોને વાત કરી હતી. 

જસદણ રામાનંદી સાધુ સમાજ દ્વારા આ કાર્યક્રમની તમામ જહમત ઉઠાવી હતી. 16 તારીખના રોજ હવન યજ્ઞ કરી ગુરુજીના ચરણાવીને પ્રતિષ્ઠા કરી હતી તેમજ 17 તારીખ ને રવિવારના રોજ ગુરુજીની મૂર્તિનું અનાવરણ ત્યારબાદ સંતો દ્વારા ધર્મ સભા યોજવામાં આવી હતી. ધર્મ સભા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ આયોજન કરેલ હતું સાથે જ આ કાર્યક્રમમાં જસદણ વિછીયા અને ભાડલા ના રામાનંદી સાધુ સમાજ દ્વારા હિન્દુ ધર્મનો મૂળ પાયો કોણ છે તેને ઉજાગર કરવા માટે ગુરુજીની મૂર્તિનું અનાવરણ અને કાર્યક્રમ રાખેલ હતો

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો