અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ અને વીંછિયા પંથકના ભાવિકો રાજકોટ મોરારીબાપુની કથામાં જોડાશે

રાજકોટ ખાતે આગામી તારીખ ૨૩મીથી સદ્દભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે પૂજ્ય મોરારીબાપુની રામકથા યોજાવાની છે. આ કથામાં જસદણ અને વીંછિયા પંથકમાંથી બહોળી સંખ્યામાં ભાવિકો અને સ્વયંસેવકો હાજરી આપશે, એવી ધારણા છે.
સદ્દભાવના વૃદ્ધાશ્રમના આ પ્રોજેક્ટને જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ તથા જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલ્પેશભાઈ રૂપારેલિયા સહિત અનેક સ્વયંસેવકોનું મહત્વનું યોગદાન મળી રહ્યું છે. આ સેવા કાર્ય દેશભરમાંથી પ્રશંસિત થયું છે.

રાજકોટ નજીક બનેલા 30 એકરના આ વૃદ્ધાશ્રમમાં 1400 રૂમ તથા સાત ટાવર હશે, જેમાં 5000થી વધુ વૃદ્ધોને રહેવા માટે આધુનિક સુવિધાઓ સાથે સ્થાન મળશે. હાલ ગોંડલ રોડ પર કાર્યરત વૃદ્ધાશ્રમમાં 650 વૃદ્ધોને આશરો આપવામાં આવ્યો છે, જેમાંથી 200થી વધુ વૃદ્ધો ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે. નવા વૃદ્ધાશ્રમના નિર્માણથી વૃદ્ધો માટે વધુ સવલતો ઉપલબ્ધ થશે.

આ પ્રકારના સર્વધર્મ સમભાવ અને માનવ સેવા અભિગમ સાથે સદ્દભાવના વૃદ્ધાશ્રમ એક ઉદ્દાહરણ રૂપ પ્રોજેક્ટ બની રહ્યો છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો