પાટડી પંથકમાંથી વધુ બે શખસ ગેરકાયદે બંદૂક સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં બજાણા પોલીસે ગેડીયા અને બજાણા ગામેથી બે શખસને ઝબ્બે કરી આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.
બજાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ એમ.બી.વિરજા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમીના આધારે પાટડી તાલુકાના બજાણા ગામે સદીયાસરના નાકા પાસેથી બજાણા ગામના વિશાલખાન ઉર્ફે નિશાદ સરદારખાન જતમલેકને ગેરકાયદે દેશી હાથ બનાવટની લાયસન્સ પરવાના વગરની બંદૂક કિંમત રૂ. 3,000ની સાથે ઝબ્બે કરી બજાણા પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે
જયારે અન્ય વધુ એક બનાવમાં બજાણા પોલીસે ગેડીયા ગામના તળાવ પાસેથી ગેડીયા ગામના સરદારખાન ઉર્ફે ભુરો અલીખાન જત મલેકને ગેરકાયદે દેશી હાથ બનાવટની લાયસન્સ પરવાના વગરની બંદૂક કિંમત રૂ. 3,000 સાથે ઝબ્બે કરી બજાણા પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.
બજાણા પોલીસ મથકના આ દરોડામાં ઇન્ચાર્જ પીએસઆઇ એમ.બી.વીરજા, જયેન્દ્રસિંહ પરમાર, કિશોરભાઈ અને ભગીરથસિંહ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ બંને કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ એમ.બી.વિરજા ચલાવી રહ્યા છે.