હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ અને લઈને રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકુ રહેશે. વર્તમાન તાપમાન આગામી ત્રણ દિવસ વાતાવરણ યથાવત રહશે.
ત્યારબાદ બાદ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો ઘટાડો થશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતા 1.5 ડિગ્રી વધારે હતું. જ્યારે રાત્રે લઘુત્તમ 19.5 ડિગ્રી નોંધાયું હતું. જે આ સમયે સામાન્યથી 1.8 ડિગ્રી વધારે હતું.
ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં નોંધાયું હતું. હવે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તાપમાન ઓછું થયું છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ સામાન્ય કરતા વધારે નોંધાયું છે.
હાલમાં પવનની દિશા ઉત્તર પૂર્વ છે, જે દિશા બાદલાતા આગામી સમયમાં શિયાળાની ઠંડીનો અનુભવ થશે.