અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

થાનના સારસાણામાં બનેલી ત્રિપલ મર્ડર કેસમાં મૈત્રી કરારનો ખૂનીખેલ: 2.50 લાખ ન આપવાથી લોહીયાળ જંગ

સુરેન્દ્રનગર,થાન થાનના સારસાણામાં બનેલી ડબલ મર્ડરની ઘટના મૃતકના માતાના મોત બાદ ત્રિપલ મર્ડરમાં ફેરવાઇ છે. મૈત્રી કરાર કરનારા યુવતીના પૂર્વ પતિ, ભાઇ અને કાકા સસરાની હત્યામાં મદદ કરનારા 3 આરોપીને પોલીસે પકડી લીધા છે. 
આ લોહીયાળ જંગમાં મૈત્રી કરારના સમાધામ પેટે પૂર્વ પતિને રૂ.2.50 લાખ આપવાનું નક્કી થયું હતું. જે રકમ ન આપવાને કારણે યુવતી સાથે મૈત્રીકરાર કરનાર યુવક તેના પિતા અને માતાની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે.

થાનના સારસાણા ગામની સીમમાં મૈત્રી કરાર કરીને સંગીતા સાથે રહેતા ભાવેશ અને તેના પિતા ઘુઘાભાઇની હત્યા કરી દેવાઇ હતી.

સંગીતાના પૂર્વ પતિ દિનેશ નાનજી સાપરા, કાકાજી સસરા જેશા નરસી સાપરા અને દિનેશ સુખા સાબરીયાએ આ ખુની ખેલ હોવાની ફરિયાદ નોંધાઇ હતી.

હુમલામાં ભાવેશના માતા મંજુબેન પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. જયા તેમનું સારવાર બાદ મોત થતા મૈત્રી કરારની તકરારમાં ખેલાયેલા ખુની ખેલાયો હતો. ત્રણની હત્યાથી લોહીયાળ અંત આવ્યો છે. 

બનાવની ગંભીરતાને ધ્યાને લઇને જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાએ આપેલી સુચના અનુસાર એલસીબી પીઆઇ જે.જે.જાડેજા સહિતની ટીમે મોરથળા ગામની સીમમાંથી હત્યાના ગુનામાં સંડોવાયેલા મહિલાના કાકાજી સસરા જેશા નરસી સાપરાની ધરપકડ કરી લીધી છે.

તેની પુછપરછમાં એવી વિગતો સામે આવી હતી કે જયારે ભાવેશ અને સંગીતાએ મૈત્રી કરાર કર્યા ત્યારે તેમને રૂ.2.50 લાખ આપવાનું કહ્યું હતું. જે અત્યાર સુધી આપ્યા ન હતા. આથી હુમલો કરીને હત્યા કરાઇ છે. 

આટલુ જ નહી પરંતુ હત્યાના ગુનાને અંજામ આપવામાં મદદગારી કરનાર વધુ 3 વ્યકિતના નામ આપ્યા હતા. ભાવેશ વિરૂધ્ધ બોટાદમાં હત્યાનો ગુનો નોંધાયેલો છે. આ ગુનામાં 4 આરોપી પકડાયા છે .
જ્યારે યુવતીનો પૂર્વ પતિ અને ભાઈ ફરાર છે. પડોશીઅે ફોન કરી વાડીએ હોવાનું કહ્યું થાનમાં સારસાણા રોડ સીમવાડીમાં ખેલાયેલા હત્યાના બનાવ જ્યાં બન્યો ત્યાં પાડોશમાં વાડી ધરાવતા દેવશીભાઇ સોલંકીએ રાત્રી દરમિયાન ફોન કરી જેશાભાઇને જાણ કરી હતી કે, તમામ લોકો વાડીએ દિવાળી કરવા આવ્યા છે અને રોકાયા છે ત્યારબાદ ત્રણેય આરોપીએ આવી હત્યાને અંજામ આપ્યો હતો. 

પકડાયેલા આરોપીએ મદદગારી કરનાર વધુ 3 આરોપીના નામ આપ્યા હત્યારા જેશભાઇ નરશીભાઇ સાપરાની પૂછપરછમાં થાન કેરાળીયા વિસ્તાર વિજળીયા સીમમાં રહેતા કેસાભાઇ ગેલાભાઇ ઝાલા, થાન મનડાસરની સીમમાં રહેતા રમેશભાઇ ઉર્ફે રંગો વેલાભાઇ કટુડીયા, થાન અભેપર ગામ બાજુ વાડી વિસ્તારમાં રહેતા દેવશીભાઇ સોમાભાઇ સોલંકીએ હથિયાર અને વાહનની વ્યવસ્થા કરી હોવાનું ખૂલ્યું હતું.

લગ્નના 10 દિવસ બાદ સંગીતા પીયર ગઇ વરમાધાર રહેતી સંગીતાને નીનામાં ગામના ભાવેશ ઘુઘાભાઇ બજાણીયા સાથે પ્રેમ સબંધ હતો. પરંતુ સંગીતાના લગ્ન વરમાધારના દિનેશ નાનજીભાઇ સાપરા સાથે કર્યા હતા.

લગ્નના 10 દિવસ બાદ સંગીતા સાસરીયાનો ત્રાસ હોવાનું કહીને પીયર આવી ગઇ હતી.બાદમાં તેણે છ મહિના પહેલા ભાવેશ સાથે મૈત્રી કરાર કરીને વિછીયા રહેતા હતા. ભાવેશ પત્નીને લઇને પરિવાર સાથે દિવાળી કરવા સારસાણા આવ્યો હતો.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો