ગઢડા તાલુકાના માંડવધાર ગામે એક બિન રહેણાંકી પડતર મકાનમાં ગાંજાનુ વાવેતર થયાની બાતમીના આધારે બોટાદ એસ.ઓ.જી. દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવતા આશરે ચાલીસ જેટલા ગાંજાના છોડનું વાવેતર પકડાયું હતુ.
માંડવધાર ગામે રહેતા રાજુભાઈ ઉર્ફે નકો જેમાભાઈ વાઘેલા નામના એક વ્યક્તિએ પ્રાથમિક શાળા નજીક આવેલા પોતાના જુના પડતર મકાનમાં ગાંજાનું વાવેતર કર્યુ હોવાની બાતમી હે.કો. જયેશભાઇ ધાધલને મળી હતી.
આ બાતમીના આધારે માંડવધાર ગામે પ્રાથમિક શાળાની નજીક આવેલા બિન રહેણાંકી પડતર મકાનમાં બોટાદ એસ.ઓ.જી. પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં 40 કરતા વધારે લીલા ગાંજાનાં છોડ મળી આવ્યા હોવાનુ તેમજ વધારે તપાસ કાર્યવાહી માટે એફ.એસ.એલ. ટીમ સાથે મળીને ડી.વાય.એસ.પી. નવીન આહિર તથા પી.આઈ. એમ.જી જાડેજા સહિત ટીમ સાથે મળીને કાર્યવાહી હાથ ધરી હતી.