રાણપુરના નાનીવાવડી ગામમાં એક રહેણાંકના મકાનમાથી રોકડ રૂપિયા અને સોના ચાંદીના ઘરેણા સહિત કુલ કિમત રૂપિયા 5,07,000ની ચોરી કરી અજાણ્યો ઈસમ નાસી છુટ્યો હતો.આ મકાન સુરતમાં એઅસઆઇ તરીકે ફરજ બજાવતાં મહાવીરસિંહ સુરેન્દ્રસિંહ ડોડીયાના પિતાનું છે.
ઘરમાંથી 8-10 તોલા સોનું, હાર, વિંટી અને કપાસ વેચ્યા બાદ આવેલી રકમની ચોરી થઇ હતી. રાણપુરના નાનીવાવડી ગામે રહેતા સુરેન્દ્રસિંહ બનેસંગભાઈ ડોડીયા( ઉ.વ. 40) તા.19-1 -2024ના રોજ સવારે પત્ની કૈલાસબેન સાથે ઘરેથી નાની વાવડી ગામની સીમમા ખેતી કામ માટે ગયા હતા.
સાંજે સુરેન્દ્રસિંહના પત્ની વાડીએથી ઘરે જતા સુરેન્દ્રસિંહને ફોન કર્યો હતો કે ઘરનો ડેલો ખુલતો નથી અંદરથી બંધ લાગે છે તેમ વાત કરતા સુરેન્દ્રસિંહ વાડીએથી ઘરે જઈ ઘરનો ડેલો ખુલતો ન હોવાથી ડેલો ચડી ઘરના ફળીયામા જઈ અને ઘરનો ડેલો ખોલી પાછુ વળીને જોતા ઘરના રૂમનુ બારણુ ખુલ્લુ હતુ અને ઘરનો સર-સામાન વેર વિખેર હતો.
રૂમમા તપાસ કરતા લાકડાની તેમજ લોખંડની તિજોરીના તાળા તોડી તેમાંથી સુરેન્દ્રસિંહના દિકરા મહાવિરસિંહે છ મહિના પહેલા એક લાખ રૂપિયા મોકલ્યા હતા તે અને એક લાખ રૂપીયા વિમાના આવ્યા હતા તે મળીને કુલ રોકડા 2 લાખ તિજોરીમાં મુકેલા હતા તે મળી આવ્યા ન હતા અને એક સોનાનો હાર આશરે 30 ગ્રામ જેની કિંમત 1,80,000, એક સોનાનુ લોકેટ 10 ગ્રામ 60,000, એક સોનાની વિંટી આશરે 5 ગ્રામ જેની કિંમત આશરે 25,000, એક ચુડો સોનાની વરખ ચડાવેલો આશરે 2 ગ્રામનો કિં.રૂ 12,000, ચાંદીના