અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

દયાના સાચા દૂત: દોંડાઈચાના હુશેનભાઈની અનન્ય સેવા ગાથા

હજજારો જરૂરિયાતમંદોને મદદરૂપ બનનારા વ્હોરા બિરાદર હુશેનભાઈ વિરદેલવાળાની હજું પણ અવિરત સેવા 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
દરેક માનવીમાં પ્રેમ, હુંફ, લાગણી સાથે દયા અને કરુણા હોવી જરૂરી છે આપણે માણસ તરીકે બીજા માનવીને મદદ અવશ્ય કરવી જોઈએ તે જ ખરાં અર્થમાં ધર્મ છે કુદરત એ આપણને જે આપ્યું છે તે શક્ય એટલું બીજા ગરીબ જરૂિયાતમંદ લોકોને અર્પણ કરીએ એ જ માનવધર્મ છે આજે મોટે ભાગે લોકો દયાહિન બનતાં જાય છે 
આજે માણસોમાં કરુણા અને સવેંદના ક્રમશ મરી પરવારી રહી છે ત્યારે નીતિ, પ્રમાણિકતા,અને સત્ય સાથે જીવન જીવનારા 66 વર્ષીય વૃદ્ધ હુશેનભાઈ અલી અકબરભાઈ વિરદેલવાળા (મો.9765876752) આજે પણ પોતાના સાથી સંસ્થાના સહયોગ વડે મજબુર અને જરૂિયાતમંદ લોકોને એનેકાએક મદદ કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યાં છે.
વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજયનાં ધુલિયા તાબેના દોંડાઈચા ગામના દાઉદી વ્હોરા સમાજના હુશેનભાઈ વિરદેલવાળાની તેઓ પોતાની યુવા વયેથી વર્ષોથી નિઃસ્વાર્થ સેવા કરી રહ્યાં હોય તેનાં કારણે અત્યાર સુધીમાં હજજારો જરૂરિયાતમંદોના અંધકાર ભર્યા જીવનમાં અજવાળું પાથરવાનું ભગીરથ કામ આ દાઉદી વ્હોરા બિરાદર હુશેનભાઈ એ કર્યુ છે જેનાં કારણે પોતાનાં અને દેશના અન્ય રાજ્યોમાંથી અનેક માન ઇકરામ અનેક મહાનુભવોના હસ્તે મળ્યાં પણ એના ગીતો ગાવાને બદલે તેમણે એક જ લક્ષ્ય રાખ્યું છે કે બસ કુદરત એ તમને જે કાર્ય સોંપ્યું છે 
એને બહેત્તર બનાવો આજે અત્યંત વૃદ્ધાવસ્થા ચાલવામાં પણ તકલીફ છતાં તેમનાં મિત્રો સહયોગી સંસ્થાઓના સભ્યો સાથે વર્ષોથી ગરીબ તેમજ જરૂિયાતમંદોને ટિફિન સેવા, દવા, કપડાં,રોટીબેન્ક, અનાજ અને રાશનની કીટ આપવાની સાથોસાથ અપંગને સાધનો અને દરેકને સાચો પથ દેખાડવાનું ઊંચેરું કામ આજે પણ કરી રહ્યાં છે તેઓ કહે છે કે જો દરેક સધ્ધર માણસ રોજ એક દયાજનક કામ કરે તો દુનિયામાં કોઈ જરૂિયાતમંદ ન રહે આવી પ્રવુતિ કરનાર દોંડાઈચા ના હુશેનભાઈ વિરદેલવાળાને સલામ!
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો