આપણે રંગેચંગે ધામધુમપુર્વક ઉત્સાહ ઉમઁગથી દિવાળી મનાવી. લાખો રૂપિયા સાફ સફાઈ રંગરોગાન ફર્નિચર પડદા બેડશીટ એસી ગાડી ટુ વહીલર પાછળ ખર્ચ્યા.બીજા હજારો ફરસાણ મીઠાઈઓ ગિફ્ટ ફટાકડા હરવાફરવા કપડાંબુટ ચપ્પલ પાછળ ખર્ચ્યા.
હવે પાંચમ પછી આપણે તરોતાજા ફ્રેશ થવાને બદલે થાકી ગયા એમ કેમ લાગે છે? આપણા પૈસાનું પાણી થઈ ગયું હોય એમ કેમ લાગે છે? લાગે છે ને?
આનું મુખ્ય કારણ ચારેબાજુ આપના વાણી વર્તનમાં વ્યવહારમાં આવેલું પરિવર્તન છે. સાચું કહેજો તમારી પીઠ પર ધબ્બો મારી તુંકારે સંબોધન કરનાર કેટલા સાચા અને ખરા મિત્રો આ વખતે ક્યાં ખોવાઈ ગયા એમની કમી લાગે છે ને? બધું જ છે છતાં કંઈક ખૂટે છે ને? ખાલીપો લાગે છે ને?
ફોન કર્યા વગર સીધા કસમયે કોઈના ઘરે દરવાજો થપથપાવ્યા વગર ઘરમાં ઘુસી જઈ શકીએ એવા સંબંધો કેટલા બચ્યા છે?
કોઈ પણ કામ વગર કારણ વગર ફક્ત મળવાનું મન થયું કે મળવાનો ઉમળકો થયો એટલે મળવા જઈ શકાય એવો એકાદો સબંધ પણ આપની પાસે બચ્યો છે ખરો?
જેના ઘરમાં રસોડા સુધી જઈ તાજા બનતા દાલભાત ચમચીથી થાળીમાં લઈ ને ખાય શકાય એવા મિત્રો કેટલા?.
એ ઘરમાં આવે અને આપણે ઘરમાં માત્ર લેંઘો પહેરીને બેઠા હોઈએ અને શર્ટ પહેરવા ઉભા ના થવું પડે એવા એકાદો મિત્ર પણ આપણી પાસે છે ખરો?
રાતે પેટભરીને જેની સાથે બોલાચાલી ગાળા ગાળી થઈ હોય પણ બીજે દિવસે સવારે જાણે રાતે કઈ જ બન્યું નથી એમ માનનારા મિત્રો કેટલા?
આનું મુખ્ય કારણ આપણે કોઈને ઓછા કામમાં આવીએ એનો ભરપૂર ઉપયોગ કરી લઈએ પાછા શરમાવાને બદલે આપણે આપણી હોશિયારી ચતુરાઈના વખાણ કરીએ એટલે સબંધ ખતમ થાય છે નોકરીમાં શાળા કોલેજોમા ઓફિસમાં આપણી વિદાય વખતે આપણી સામે રડનાર રાતે જ આપણે એમના હૃદય એમના મોબાઈલમાંથી ડીલીટ કરી નાંખે છે કારણકે મતલબ પુરો થયો ગરજ પતિ ગઈ.
લાગણીઓ પણ બોદી થઈ ગઈ છે દર્દ દુઃખ વહેંચવા છે પણ લેવા નથી બધું કહેવું છે પણ એક વાક્ય પણ સાંભળવાની આપણી તૈયારી નથી બધામાં ખામી કાઢવી છે પણ ખામીઓ સુધારવામાં મદદ કરવી નથી કોઈને દુઃખી જોઈને આપણે ખુશી સઁતોષ મળે છે માટે સંબધો ખોખલા બની ગયા છે ટોળાં વચ્ચે ભીડ વચ્ચે પણ આપણે એકલતા લાગે છે ભીતરમાંથી કશુ બહાર આવતું જ નથી
સંબધોમાં બનાવટ દંભ આવી ગયા છે
ફેસબુક પર પાંચ હજાર મિત્રો હોય છે પણ જેની સામે માત્ર આપને ઉભા રહીએ અને આપનો પુરેપુરો હાલચાલ વગર કહ્યે જાણી જાય એવા જીગરજાન જીગરી મિત્રો ખોવાઈ ગયા છે. દુનિયાની સૌથી મોટી ભેટ મિત્રતા ક્યાંય ખોવાઈ ગઈ છે તમને મળે તો મને કહેજો.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427