WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

પાટડીના ઓડું અને જૈનાબાદ ગામેથી બે શખ્સો ગેરકાયદે બંદૂક સાથે ઝડપાયા

પાટડીના ઓડું અને જૈનાબાદ ગામેથી બે શખશો ગેરકાયદે બંદૂક સાથે ઝડપાતા ચકચાર મચી છે. જેમાં એક આરોપી વિરુદ્ધ પાટડી પોલીસ મથકે અને બીજા આરોપી વિરુદ્ધ દસાડા પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો છે.
પાટડીના પોલીસ મથકના પીએસઆઇ એમ.કે.ઝાલા અને સાગરભાઈ કલોત્રા અને દીપકભાઈ રાઠોડ સહિતના પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન પાટડી તાલુકાના ખારાઘોડા અને ઓડુ ગામ વચ્ચેના પુલીયા પાસેથી 20 વર્ષના કીશનભાઈ ઉર્ફે કીરો કાળુભાઇ ભુરાણી (ઠાકોર)ને એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદૂક કિંમત રૂ. 2500 સાથે મળી આવતા એની વિરુદ્ધ પાટડી પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.
જયારે દસાડા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ વી.આઈ.ખડીયા, જયંતીભાઈ લેંચીયા અને અસ્લમભાઈ ચૌહાણ સહિતના પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન જૈનાબાદ ગામે ચિકાસર રોડ પર આવેલા હિના મિનરલ વોટર પ્લાન્ટ પાસેથી જૈનાબાદ ગામના યુસુફશા ઉર્ફે શાહરુખ ઉર્ફે ગાંગુલી ઇમામશા દીવાનને એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદૂક કિંમત રૂ. 5,000 સાથે ઝડપી પાડી એની વિરુદ્ધ દસાડા પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો