સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં ચકચારી બનાવ સામે આવ્યો છે. છોટા હાથી ગાડીમાં કોલસાના કોથળાની આડમાં વિદેશી દારૂની કુલ 1989 બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.
લીંબડી ડીવીઝન કચેરીની પોલીસ ટીમે આ કિસ્સામાં કુલ મુદ્દામાલની કિંમત રૂ. 7,13,952 હોવાનું જણાવી છે.
ચોકકસ બાતમીના આધારે પકડી પાડયો જથ્થો
આ બનાવમાં પોલીસને ચોકકસ બાતમી મળ્યાના આધારે નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ લીંબડી ડીવીઝનના પોલીસ અધિકારીઓએ રાત્રિ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
બાતમી મુજબ લીંબડી ગામના શખ્સ, વીપુલભાઈ રૂપાભાઈ ચોસલા, રજી. નંબર GJ-13-BY-0637 ધરાવતી છોટા હાથીમાં દારૂનો જથ્થો ચુડા તરફ લઈ જવાનો હતો.
બાતમીવાળી જગ્યાએ વાહન અટકાવ્યું
પોલીસ ટીમે ધંધુકા તરફના રસ્તે મેરે રામાબાપા પેટ્રોલ પંપથી આગળના વળાંક પર વોચમાં રહી, વિદેશી દારૂ ભરેલા છોટા હાથીને રોકી તપાસ કરતા, કોલસાના કોથળાની આડમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી.
મોટી રકમનો મુદ્દામાલ કબજે
લીંબડી ડીવીઝનના અધિકારીઓએ કુલ 1989 બોટલો (કિં.રૂ. 4,02,382), છોટા હાથી (કિં.રૂ. 3,00,000) અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો. કુલ મળીને રૂ. 7,13,952નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. શખ્સ વિપુલભાઈ રૂપાભાઈ ચોસલા રહેવાસી લીંબડીને પણ સ્થળ ઉપર જ પકડી લેવામાં આવ્યો.
આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ
આ મામલામાં કથિત આરોપીઓના નામ પણ સામે આવ્યા છે. માલ મંગાવનાર - દેવુભા ઝાલા (રહે. કમાલપુર, લીંબડી) અને નરેશભાઈ શ્રીમાળી (રહે. કોડા, ચુડા) હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત, આ દારૂનો જથ્થો આપનાર પાણશીના ગામના નાગરાજ હોટલના માલિક અમરશીભાઈ મુન્નાભાઈ રાઠોડ છે.
ફરાર આરોપીઓને પકડવા તજવીજ
લીંબડી પોલીસ મથકે આ મામલે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. Dysp વી.એમ. રબારીની ટીમે બાતમીના આધારે આ સફળતા મેળવી છે.
પોલીસ સ્ટાફની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ❤️
આ દરોડામાં Dysp વી.એમ. રબારી, હીતેષભાઈ બળદેવભાઈ સોળમીયા, હસમુખભાઈ મથુરભાઈ ડાભી, સત્યજીતસિંહ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા અને તેજસભાઈ પ્રવીણભાઈ પટેલ સહિતના અધિકારીઓની ટીમે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.