અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ભૂંડ પકડવા ગયેલા ત્રણ શખસ પર બોટાદના શખસોનો હુમલો

વઢવાણના 3 લોકો પીકઅપ વાહન લઇને મેમકા ગામે ભૂંડ પકડવા જતા ગાડી સાથે બોટાદના શખસોએ ગાડી ભટકાડી હુમલો કર્યો હતો. આ બનાવમાં 3 લોકોને ઇજાઓ થતા વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

વઢવાણ-લીંબડી રોડ ચરમાળીયા ચેક પોસ્ટની સામે રહેતા ભૂંડ પકડવાનો વ્યવસાય કરતા શેરસીંગ ઇશ્વરસીંગ ટાંકે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, તા. 11-11-2024ના સવારના અંદાજે 7 કલાકે તેઓ અને તેમના ભાઈ હીરાસીંગ, ભત્રીજો તીરથસીંગ, અવતારસીંગ બોલેરો પીકઅપ ગાડી લઇને મેમકા ગામે ભૂંડ પકડવા માટે ગયા હતા.

આ સમયે હીરાસીંગ પીકઅપ ગાડી ચલાવતા હતા. મેમકા ગામમાં સ્વામી નારાયણ મંદિર પાછળ ગાડી લઇને સવારના અંદાજે 7.30 વાગ્યે ગાડી ઊભી રાખી શેરસીંગ, તિરથસીંગ, અવતારસીંગ બાવળની કાંટમાં ભૂંડ પકડવા ગયા હતા. 

ગાડીમાં હિરાસીંગ બેઠા હતા. દરમિયાન બોટાદના શખસોએ તેમની ગાડી હિરાસીંગની ગાડી સાથે ભટકાડી ધારીયા, લાકડી, ધોકાથી હુમલો કરતા હિરાસીંગ, તિરથસીંગ અને અવતારસીંગને ઇજાઓ થઈ હતી. 

બનાવમાં બોટાદના કરણસીંગ અંધરેલે, બીલ્લીસીંગ અંધરેલે, સતપાલસીંગ અંધરેલે, દૂધરેજ ગામના સુરેન્દ્રસીંગ ભાટીયા, બોટાદના છોટુસીંગ અંધરેલે તેમજ અન્ય એક અજાણ્યા માણસ સામે ગુનો નોંધાયો હતો.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો