WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિરે વિવિધ પ્રકારના શાકભાજી (હાટડી દર્શન) ધરાવવામાં આવ્યા

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી એકાદશી નિમિત્તે તા.12-11-2024 ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ફુલોનો શણગાર કરાયો છે. 

સવારે મંગળા આરતી પૂજારી સ્વામી એવં શણગાર આરતી પૂજારી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. એકાદશી નિમિત્તે દાદાને વિવિધ પ્રકારના શાકભાજી(હાટડી દર્શન)ઓ ધરાવવામાં આવ્યા હતા. સંધ્યા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ દર્શન-આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો