બોટાદના ખોડીયાર નગર-1મા રહેતા વિમુબેન રસીકભાઈ સરકડીયા ઉ.વર્ષ 44એ તા.18-11-24ના રોજ સાંજના સમયે ઘર નજીક શેરીમાં રસીકભાઈ જતા હતા ત્યારે ગીતાબેન વલ્લભભાઈ અપશ્બ્દો કહેલ કે આ શેરી તમારી થોડી છે.
તેમ કહેતાં તેઓ ઉશ્કેરાઈ જઈ અને વિમુબેન તેમને સમજાવવા જતા વિમુબેનને ધોલ થાપટ કરી ઢીંકાપાટુ નો માર માર્યો હતો. કિશનભાઇ વલ્લભભાઈ સરકડીયા છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે વિમુબેને ગીતાબેન, કિશનભાઈ અને લાલીબેન વિરૂધ્ધ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.