અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં ડીએસવીકે હાઈસ્કૂલ પાસેની તૂટેલી ખુલ્લી ગટર ગંભીર દુર્ઘટના નોતરશે

જસદણ શહેરભરમાં પાલિકાની બેદરકારીના લીધે દિન-પ્રતિદીન રોડ-રસ્તા, પાણી, સાફ-સફાઈ, સ્ટ્રીટલાઈટ, ગંદકી સહિતની વિવિધ સમસ્યાઓ વકરી રહી છે. છતાં જવાબદાર પાલિકા તંત્ર કોઈ યોગ્ય પગલા લેતું ન હોવાથી નગરજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. 
ત્યારે જસદણમાં આવેલ ડીએસવીકે હાઈસ્કૂલ પર જાહેરમાર્ગ પરની તૂટેલી ખુલ્લી ગટર રોગચાળાને અને અકસ્માતને નોતરતી હોય તેવા ઘાટ જોવા મળી રહ્યા છે. જસદણનો હાઈસ્કૂલ રોડ એસ.ટી. બસસ્ટેન્ડ પાસેનો વિસ્તાર હોવાથી લોકોની અવરજવર વધુ રહે છે. 

જેથી જવાબદાર પાલિકા તંત્ર દ્વારા તાકીદે જાહેરમાર્ગ પર ગંદકીની શોભા વધારતી અને અકસ્માતને નોતરતી ખુલ્લી ગટરને ઢાંકવાનું કામ કરવામાં આવે તેવી વિસ્તારવાસીઓની અને વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે. 

ખુલ્લી ગટર કોઇ ગંભીર અકસ્માત નોતરે તે પહેલાં તંત્ર આળસ ખંખેરી તેની મરામત કરાવે તે જરૂરી છે. { તસવીર: દિપક રવિયા જસદણના ડીએસવીકે હાઈસ્કૂલ રોડ પાસે હીરાના કારખાનાઓ, લોખંડનાં કારખાનાઓ, વિવિધ ધંધાર્થીઓ સહિતના નાના-મોટા ધંધાર્થીઓ ધંધો કરી પેટીયું રળે છે. 

પરંતુ આ રોડ પર ઘણા સમયથી તૂટેલી ખુલ્લી ગટર જોવા મળી રહી છે. જેના કારણે ધંધાર્થીઓને ગટરની અતિ દુર્ગંધ આવતી હોવાથી ધંધો કરવો મુશ્કેલ બની ગયો છે. 

આ રોડ પરથી દરરોજ હજારો રાહદારીઓ અને વાહનચાલકો પસાર થાય છે. છતાં પાલિકા તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી. જેથી પાલિકા તંત્રનાં જવાબદારો દ્વારા તાત્કાલિક દુર્ગંધયુક્ત અને અકસ્માત નોતરતી તૂટેલી ખુલ્લી ગટરને ઢાંકવાનું કામ હાથ ધરવામાં આવે તેવી દુકાનદારોની માંગ ઉઠવા પામી છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો