ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ ભુણાવા ગામ નજીક ગોંડલના એક પરણિત એક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવાપી જીવન ટૂંકાવ્યું મૃતકને સારવાર અર્થે પ્રાઇવેટ કાર માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં વધુ સારવાર અર્થે સુખવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું સમગ્ર ઘટનાને લઈને તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગોંડલ ભગવતપરામાં વાછરારોડ પર રહેતા રમેશભાઈ ઘેલાભાઈ રાઠોડ ઉ.વ. 34 વાળાએ ભુણાવા ગામ નજીક આવેલ શિવકાન્ત ગેટ પાસે અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી ઘટના સ્થળેથી પ્રાઇવેટ કાર માં સારવાર અર્થે ગોંડલ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે સુખવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું મૃતક યુવકના મૃતદેહને પી.એમ. અર્થે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ જીતુભા વાળા અને રમેશભાઈ વાગડીયાએ વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક છૂટક મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે પરીવારમાં પિતા, પત્ની અને દીકરી હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે ત્રણ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. રમેશભાઈનું અવસાનની જાણ સગા સબંધીઓ અને મિત્ર વર્તુળ ને થતા બહોળો મિત્ર વર્ગ સિવિલ હોસ્પિટલમાં આવી પોહચ્યો હતો.
Tags:
Gondal News