જસદણ માર્કેટ યાર્ડ કતલખાનું બની ગયું હોવાં છતાં જસદણના એકપણ નેતા ખેડૂતોના વ્હારે આવતાં નથી એ કમનસીબી છે તૈયાર પાક પર વરસાદએ પાટું માર્યા પછી હાલ યાર્ડના પ્રમુખ અને સરકારની વિવિધ એજન્સીઓ ખેડૂતોને પડ્યાં પર પાટું મારતાં હોવાનો આક્ષેપ જસદણના સામાજિક કાર્યકર હરીભાઈ વેલજીભાઈ પટેલ (મો.9723499211) એ આક્ષેપ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે જસદણ માર્કેટ યાર્ડ એક ખરાં અર્થમાં કતલખાનું બની જતાં અનેક ખેડુતોનું શોષણ થઈ રહ્યું છે જેમાં યાર્ડના પ્રમુખની નીતિરીતિનો ઓડિયો પણ બહાર આવ્યો છે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે જેમાં પણ જબરો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાથી ખેડૂતો કરતાં લેભાગુને ઘી કેળા થઈ રહ્યાં છે.
સરકારની એજન્સીઓ યાર્ડ માટે જગ્યા ફાળવવાનો હુકમ લઈને આવ્યાં પછી પણ જસદણ માર્કેટ યાર્ડના પ્રમુખ અરવિંદ તાગડીયાનું વલણ લોકોની સામે આવ્યું છે ત્યારે કટોકટીના આ સમયે ખેડુત આગેવાનો એ ખેડુતોની વ્હારે ચઢવું જોઈએ અન્યથા ખેડૂતોનો વિશ્ર્વાસ ભાંગી જશે.