અઢી કલાક તપાસ બાદ મૃતદેહ બહાર કાઢયો
બુધવારે સામે આવ્યો હતો. જેમાં રવિવારેે દૂધરેજ નર્મદા કેનાલ પુલ પાસે કેનાલમાં યુવાન પડી ગયો હોવાની ફાયર વિભાગને જાણકારી અપાઇ હતી. આથી ફાયર વિભાગ દેવાંગભાઇ દુધરેજીયા, અશોકસિંહ, સંજયભાઇ, દિવ્યરાજસિંહ, ધર્મરાજસિંહ, શક્તિસિંહ, સિધ્ધરાજસિંહ સહિત ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.
જ્યાં કેનાલમાં શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી અને ઓળખ હાથ ધરવામાં આવી હતી. આ યુવાનની ઓળખ અંગે તો તપાસ હાથ ધરતા સ્થળ પરના લોકો આ યુવાન હરેશભાઈ સાગરભાઇ લોલાડીયા હોવાનું જણાવતા હતા પરિવારજનોને શોધવા સહિત કાર્યવાહી હાથ ધરાઇ હતી.