અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર LCB એ બે શખ્સોને ઝડપ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથીયાર અંગે જિલ્લા એલસીબી ટીમે ચેકીંગ હાથ ધર્યુ હતુ.જેમાં ચાર શખસોને ગેરકાયદેસર હથીયાર સાથે ઝડપી લીધા હતા.જેમાં પાટડી સવલાસ અને ઓડુ ગામની સીમાંથી પણ એક શખસ હથીયાર સાથે ઝડપાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાં ગુનાખોરીમાં ગેરકાયદેસર હથીયારોનો ઉપયોગ વધારે થઇ રહ્યો હોવાને લઇ જિલ્લા પોલીસ વડાએ ગેરકાયદેસર હથીયાર રાખતા વેચાણ કરતા શખસો સામે કાર્યવાહીની સુચના આપી હતી.આથી એલસીબી પીઆઇ જે.જે.જાડેજાએ ટીમો બનાવી જિલ્લામાં પેટ્રોલીંગ હાથ ધરાયુ હતુ.જેમાં પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન સવલાસ સીમ સડલા માર્ગેના થોડે દુ ટીબો તરીકે ઓળખાતા ખેતરે જાહેર સીમમાંથી રશીભાઇ લાલજીભાઇ ડુમાણીયા રહે ઠાકોરવાસ સવલાસની દેશી બનાવટની બંદુક સાથે અટકાયત કરાઇ હતી.જ્યારે પાટડી પોલીસ મથક વિસતારના ઓડુ ગામની સીમ ખારાનામાર્ગમાં ઓડુગામના મનીષભાઇ શકતાભાઇ નગવાડીયાની હાથ બનાવટની મજરલોડ બંદુક સાથે ઝડપી પડાયા હતા.આ તમામ લોકો સામે આર્મસ એકટ હેઠળ ગુનો નોંધાવાયો હતો.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો